ડોકટરો- નર્સો પરના વધતા હુમલાને પગલે IMA દ્વારા વિરોધ પ્રદર્શિત કરાયું

1489

આઇ.એમ.એ.ની વડી શાખા(નવી દિલ્હી) ના આદેશ અનુસાર ભાવગર સહિત તમામ રાષ્ટ્રવ્યાપી શાખાઓ દ્વારા આરોગ્ય કર્મી પર થતા હુમલા સામે ‘સેવ ધી સેવિયર’ નાં નારા સાથે ભાવનગર મેડિકલ કોલેજ બહાર બ્લેક ફ્લેગ, માસ્ક, પહેરીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો,આઇ.એમ. એ દ્વારા આરોગ્ય કર્મીઓની સલામતી સુનિશ્ચિત થાય અને ડોકટર – નર્સો ઉપર થતા હુમલાઓ સામે સખત કાયદો બને, ત્વરિત અમલીકરણ થાય તે માટે માટે માંગ કરવામાં આવી છે. બ્લેક બેજેસ, ફ્લેગ્સ, માસ્ક, રિબન, શર્ટ વગેરે પહેરી કામ કરશે, “સેવ ધ સેવિયર” અને “વ્યવસાય અને વ્યવસાયિકો પર હિંસા બંધ કરો” ના સૂત્ર સાથેના પ્લે કાર્ડ સાથે ભાવનગર મેડીકલ કોલેજ બહાર વિરોધ પ્રદર્શન કરાયું હતું,વડાપ્રધાનને તબીબી વ્યવસાય અને પ્રોફેશનલ્સ પરના હુમલાઓ સામે આવેદન પત્ર મોકલવામા આવશે તથા લોકલ લેવલે વહીવટી – રાજકીય નેતાઓ, એસએસપી, ડીએમ, ધારાસભ્યો અને વિવિધ વિસ્તાર ના સાંસદોને રજૂઆત કરવામાં આવશે. આ દિવસે કોઈ હોસ્પિટલ બંધ રાખવામાં આવશે નહિ તમામ દર્દીઓની સારવાર શરૂ જ રહેશે, તેમ આઈએમએ ડૉક્ટર એસોસિએશન ભાવનગર દ્વારા જણાવ્યું હતું,ડોક્ટર મનસુખ કાનાણી એક્સ નેશનલ વાઈસ પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન છેલ્લા ઘણાં વર્ષો થી ગુજરાત અને ભારતના બહાર ન દેશો ની અંદર તબીબી આલમ, પેરા મેડિકલ અને નર્સિંગ સ્ટાફ ઉપર ઇન્ડોર દર્દી હોય કે ઓઉટડોર દર્દી હોયના સગા બિલ માટે કે રોગના ચોક્કસ નિદાન માટે અને મૃત્યુ થાય તો ડોકટર ઉપર કે પેરા મેડિકલ ઉપર હિંસક હુમલા કરે છે, એ માટે અમે કેન્દ્ર સરકાર ને વિનંતી કરવા અને એક અમારો મેસેજ પોહચડવા કેન્દ્ર લેવેલ કાયદો બને કડકમાં કડક સજા થાય અને જો આ કાયદો નહીં બને તો પ્રજા ને નુકશાન છે, કોઈ પ્રાઈવેટ હોસ્પિટલમાં સીરીયસ દર્દીને દાખલ નહીં કરે.