સિહોરમાં રથયાત્રા પૂર્વે ચાલી રહી છે તડામાર તૈયારીઓ

541

રથયાત્રા એટલે ભગવાન જગન્નાથજી ખુદ રથ પર ભાઈ બલરામ તથા બહેન સુભદ્રા સાથે રથ પર સવાર થઈ નગરચર્ચાએ નીકળે છે ત્યારે ભક્તજનો કહે છે આજ મારો નાથ દર્શન દેવા નીકળ્યો છે ખરેખરમાં તો આખું વર્ષ ભક્તો ભગવાન ના દર્શન માટે જાય છે ત્યારે અષાઢીબીજ ના દિવસે ભગવાન લોકોને દર્શન આપવા નગરચર્ચાએ નીકળે છે અને ભક્તો ભાવ વિભોર થઈ દર્શન કરી ધન્યતા અનુભવે છે. ભાવનગર જિલ્લાની બીજા નંબરની રથયાત્રામાં સિહોરનું નામ મોખરે છે જેમાં ગત વર્ષે કોરોના ગ્રહણને કારણે ભવ્ય રથયાત્રાનું આયોજન થઈ શક્યું ન હતું ત્યારે આ વર્ષે કોરોના બીજા રાઉન્ડમાં પણ ભગવાનના મંદિરો બંધ હતા જે હમણાં જ ખુલ્યા છે ત્યારે આ વખતે રથયાત્રા આયોજકો ભગવાનશ્રી જગન્નાથજી, બલરામજી તથા બહેન સુભદ્રા સાથે નિકળનાર રથ સજાવી રહ્યા છે ત્યારે રથયાત્રા સમિતિના ભરતભાઇ મલુકા સાથે વાતચીત દરમિયાન જણાવેલ કે આ વખતે કોવિડ ૧૯ની પરિસ્થિતિ ને અનુલક્ષીને સરકારી તત્ર સાથે વિચારવિમર્શ કરી તે વખતની પરિસ્થિતિ મુજબ નિર્ણય લઈશું સરકારની મંજૂરી મળ્યા બાદ સરકારી ગાઈડ લાઇન મુજબ આગળ વધશું રથયાત્રા ની તૈયારીઓ હાલ શરૂ કરેલ છે ટુક સમય માં નિર્ણય બાદ લોકોને જાણ કરવામાં આવશે થોડા દિવસોમાં વહીવટી તંત્ર સાથે મિટિંગ નું આયોજન પણ થશે. ખરેખર સમગ્ર ગુજરાતમાં રથયાત્રા માટે લોકો નો થનગનાટ કઈ અલગ જ હોય છે આ રથયાત્રામાં કોમી એકતાના દર્શન પણ થાય છે ત્યારે સૌ ભક્તજનોને દર્શન આપવા પધારી રહેલા ભગવાનશ્રી જગન્નાથજી ને આવકારવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Previous articleફાધર્સ ડે નિમિત્તે પિતા-પુત્ર દ્વારા ૧૧ વૃક્ષોનું વૃક્ષારોપણ ગ્રીનસીટી દ્વારા કરાયું
Next articleઉમરાળા,ધારપીપળા અને રાણપુરમાં વેક્સિનેશન મહાઅભિયાનનો પ્રારંભ