તળાજાના ખેડૂતોને બે-ત્રણ દિવસમાં વીજળી મળી જશે તેવી તંત્ર દ્વારા ખાત્રી અપાતા આંદોલન પૂર્ણ

683

૧૧ દિવસથી મામલતદાર કચેરી સામે છાવણી નાખીને ખેડુતો માટે આંદોલન કરી રહ્યા હતા
તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા ’તાઉ-તે’ વાવાઝોડાથી વીજ પુરવઠો બંધ થતાં આજે દોઢ મહિનો થયો છતાં વીજ કંપની ખેડુતોને ખેતીવાડીમાં વીજ પાવર આપવામાં નિષ્ફળ સાબિત થયું છે તેથી તંત્ર સામે ધારાસભ્ય કનુભાઈ બારૈયા ખેડુત એકતા મંચ અને ખેડુતો ૧૧ દિવસથી મામલતદાર કચેરી સામે છાવણી નાખીને આંદોલન કરી રહ્યા છે.તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા દ્વારા ’તાઉ-તે’ વાવાઝોડાના ૪૦ દિવસ જેટલો સમય વીતી ગયો છતાં ખેડૂતોને વીજળી નહિ મળતા ઉપવાસ કરી રહયા છે. આજે ૧૧ મો દિવસ છે ત્યારે તળાજાના પ્રાંત સાહેબ અને પી.જી વી સી.એલ અધિક્ષક ઈજનેર અને અધિકારીઓ દ્વારા છાવણીની રૂબરૂ મુલાકાત કરી શનિવાર સુધીમાં બધા જ ગામના ખેડૂતોને સંપૂર્ણ વીજળી મળી જશે તેવી ખાતરી આપતા આંદોલનનો સુઃખદ અંત આવ્યો હતો.ધારાસભ્ય કનુભાઈ દ્વારા સોમવાર સુધીમાં સંપૂર્ણ ગામોને વીજળી નહિ મળે તો રસ્તા રોકો, મામલતદાર કચેરી અને જી.ઈ.બી કચેરીનો ઘેરાવ પૂતળા દહન સ્થિતના ઉગ્ર કાર્યક્રમો આપવાની ચીમકી આપી હતી, જેને લઈ તંત્ર દ્વારા તળાજા તાલુકાના ખેતીવાડીના તમામ ફીડરો બે ત્રણ દિવસમાં વીજ તંત્ર શરૂ કરી આપની ખાત્રી આપવામાં આવી છે જેને લઈ આંદોલન સમેટાયુ હતું.આ આંદોલનમાં જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલ, તાલુકા કૉંગ્રેસ સમિતિ પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત સદસ્ય લાખા આતા અને જીતુભાઇ પનોત વિપક્ષના નેતા અશોકસિંહ રોજીયા ખેડૂત આગેવાન ભરતસિંહ વાળા, અશોકસિંહ કે સરવૈયા સહિત અગ્રણીઓ જોડાયા હતા.