કટોકટીમાં લોકતંત્રની રક્ષા કરનાર સેનાનીઓનું ભાજપ દ્વારા સન્માન

630

૨૫ જુન ૧૯૭૫ના દિવસે તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની સરકારે ગેરબંધારણીય રીતે કટોકટી લાગુ કરી લોકતંત્રની હત્યા કરી હતી. ગત ૨૫ જૂન ૨૦૨૧ ના રોજ શહેર ભાજપ દ્વારા, ભાવનગર મહાનગરના વિવિધ વિસ્તારોમાં રહેતા લોકતંત્ર સેનાનીઓના ઘેર જઈને કટોકટીના કપરા સમયમાં લોકતંત્રની રક્ષા કરવા બદલ તેમનું શાલ ઓઢાડીને સન્માન કરી આભાર પ્રકટ કરવામાં આવેલ. જે લોકતંત્ર સેનાની અવસાન પામેલ હોય તેમના પરિવારજનોનું પણ સન્માન કરવામાં આવેલ.ભાવનગર મહાનગરના આવા લોકતંત્ર સેનાનીઓ પૈકી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહજી રાણા, સ્વ. મુનીકુમાર ઓઝા, સ્વ. જે. ટી. દવે, દિનેશભાઈ શુક્લ, મહેન્દ્રભાઇ બાબુભાઇ પંડ્યા, ચંદ્રકાન્તભાઇ દવે, જનકભાઇ દવે, દિનેશભાઈ ખાટસુરીયા, જયંતીભાઈ મહેતા, જીતુભાઈ મોદી અને જીવણભાઈ પટેલ, સ્વ ભીખુભાઇ ભટ્ટના દિકરી ક્રાંતિબેન ભટ્ટ, સ્વ. હિમ્મતભાઇ શાહના પુત્ર નરેશભાઇ શાહ, વેપારીમલ કટારીયા, પરસોત્તમભાઇ મોદી, ભરતસિંહ રાણા, મૂકેશભાઇ શાહ, સ્વ. ગિજુભાઇ જાની, મુકુટભાઇ કામદાર, પરેશભાઇ રાવળ, દિલીપભાઈ મહેતા જેવા લોકતંત્રના સેનાનીઓના નિવાસ સ્થાને જઇને તેમનુ સન્માન કરવા માટે ભાવનગર મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, ભાવનગર શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યા, શહેર મહામંત્રી યોગેશભાઈ બદાણી, ડી. બી. ચુડાસમા, મેયર કીર્તિબેન દાણીધરીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુભાઈ ધામેલિયા, ખજાનચી હીમાંશુભાઈ દેસાઈ, ડે. મેયર કુમારભાઈ શાહ, શાશક પક્ષના નેતા બુધાભાઈ ગોહેલ, દંડક પંકજસિંહ ગોહિલ, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, મીડિયા સહકન્વીનર તેજસભાઈ જોશી, સોસીયલ મીડિયા કન્વીનર હાર્દિપભાઈ જાંબુચા, ૈં્‌ સેલના સહ કન્વીનર નવલભાઈ સોલંકી, વિગેરે જોડાયેલ હતા, ભાવનગર શહેર મહામંત્રી અરુણભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમને શુભકામનાઓ પાઠવેલ.