રાણપુર તાલુકાના લોકોને પોલીસ ની કોઈ જરૂર પડે તો તરત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જીલ્લા પોલીસ વડાએ જણાવ્યુ,લોક દરબાર માં રાણપુર શહેર તેમજ તાલુકાના આગેવાનો હાજર રહ્યા બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાનો રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો.જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્રારા રાણપુરની પરીસ્થિતી અંગે રાણપુરના આગેવાનો પાસેથી માહીતી મેળવી આગામી દિવસોમાં રાણપુર શહેરના મુખ્ય પ્રવેશ માર્ગો ઉપર સીસીટીવી કેમરા લગાવવા માટે આગેવાનોને કહ્યુ હતુ તેમજ રાણપુર શહેરમાં તેમજ રાણપુર તાલુકામાં લુખ્ખા તત્ત્વો,સામાજીતત્ત્વો,તેમજ દારૂ, જુગારની પ્રવૃતી નેસ્તનાબૂદ કરવા રાણપુર પોલીસ ને સુચનાઓ આપવામાં આવી તેમજ રાણપુર શહેરમાં દિવસે અને રાત્રે પોલીસ પેટ્રોલિંગ વધારવુ જેવી સુચનાઓ આપવામાં આવી હતી.રાણપુર શહેર તેમજ રાણપુર તાલુકામાં શાંતિ જળવાઈ રહે તેવા તમામ પ્રયાસો પોલીસ દ્રારા કરવામાં આવશે.રાણપુર તાલુકાના લોકોને પોલીસ ની કોઈ જરૂર પડે તો તરત પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જીલ્લા પોલીસ વડાએ જણાવ્યુ.આ લોક દરબારમાં રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,ગ્રામ પંચાયતના સરપંચ મનહરભાઈ પંચાળા, એ.પી.એમ.સી.ના ચેરમેન કીશોરભાઈ ધાધલ,ખાદી ગ્રામોદ્યોગ મંડળના પ્રમુખ ગોવિંદસિંહ ડાભી,સાર્વજનિક એજ્યુકેશનના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા,એ.પી.એમ.સી.ના પુર્વ ચેરમેન નરેન્દ્રભાઇ દવે,તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ ગોસુભા પરમાર,તાલુકા પંચાયતના સદસ્ય મેરૂભા પરમાર,વેપારી આગેવાન રેમતુભા પરમાર,ડો.ધરાબેન ત્રિવેદી, મમોલેસલામ દરબાર, સમાજના આગેવાન બાપાલાલ પરમાર, ભરતસિંહ ડોડીયા, મયુરભાઈ પટેલ, મુસ્લિમ સમાજના યુવા આગેવાન પરવેઝ કોઠારીયા, રફીકભાઈ માંકડ, ડી.ડી.મકવાણા સહીતના લોકો લોક દરબારમાં હાજર રહ્યા હતા.
















