ભાવનગર શહેર-જિલ્લામાં ફરજ બજાવતા ૪૬ પોલીસ કર્મચારીઓની અરસ-પરસ બદલી

608

લાંબા સમય બાદ બદલીનો ગંજીપો ચીપાતા કર્મીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ સર્જાયો
ભાવનગર જિલ્લા પોલીસ વડાએ લાંબા સમય બાદ શહેર-જિલ્લામાં ફરજ બજાવતા ૪૬ પોલીસ કર્મચારીઓની શહેર-જિલ્લામાં અરસપરસ બદલીનો ઓર્ડર જાહેર કર્યો છે આ બદલીના હુકમને પગલે કેટલાક પોલીસ જવાનોએ રાજીપો વ્યક્ત કર્યો તો કેટલાક કર્મીઓએ હૈયા વરાળ ઠાલવી હતી.ભાવનગર શહેર અને જિલ્લામાં આવેલ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની ઘણાં સમયથી બદલી કરવામાં આવી ન હતી પરંતુ એસપી જયપાલસિંહ રાઠૌરે એકસાથે ૪૬ પોલીસ જવાનોની આંતરીક બદલીનું લીષ્ટ જાહેર કર્યું હતું આ બદલીમાં એસઓજી એલસીબીથી લઈને શહેરના પાંચેય ડીવીઝનોમા ફરજ બજાવતા પોલીસ જવાનો સાથે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ફરજ બજાવતા પોલીસ જવાનોની પણ બદલી સામેલ છે અનેક પોલીસ જવાનો પોતાના પસંદગીના સ્થળે બદલી ઈચ્છતા હતા એ જવાનો ખુશ થયા છે જયારે “વેલ સેટ” થયેલા પોલીસ કર્મચારીઓની બદલી થતાં મનોમન નારાજ થયા છે.
જિલ્લા પોલીસ હેડ કવાટર સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં હજુ પણ એક બદલીનો દૌર આવે એવી પુરેપુરી શક્યતા રહેલી છે.