કોહલી અને અનુષ્કા વચ્ચે થઈ બેટની અનોખી ચેલેન્જ

387

(સં. સ. સે.) મુંબઈ, તા.૩
ભારતીય ક્રિકેટ ટીમના સુકાની વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની કેમેસ્ટ્રી તેમના ચાહકોના દિલ જીતી લે છે. જ્યારે પણ ક્રિકેટમાંથી બ્રેક મળે છે ત્યારે કોહલી પરિવાર સાથે સમય પસાર કરે છે.
હાલમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડમાં છે પરંતુ અત્યારે કોઈ મેચ નથી.હાલમાં અનુષ્કા શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો મૂક્યો છે. જ્યાં તે પોતાના પતિ વિરાટ કોહલીને બેટનું બેલેન્સ જાળવવાની ચેલેન્જ આપતી જોવા મળે છે. બંનેનો એક વિડીયો છે જેમાં તેઓ એક આંગળી પર બેટને બેલેન્સ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર બંનેના ચાહકો આ વિડીયોને ઘણો પસંદ કરી રહ્યા છે.અનુષ્કા શર્મા દ્વારા શેર કરવામાં આવેલા વિડીયોમાં તે વિરાટ કોહલી સાથે મુકાબલો કરતી જોવા મળે છે. વિડીયોમાં જોવા મળે છે કે બંને સ્ટાર્સ પોતાની આંગળી પર બેટનું બેલેન્સ કરી રહ્યા છે. અનુષ્કાએ વિરાટને બેટ બેલેન્સમાં મજબૂત ટક્કર આપી હતી.આ વિડીયોમાં વિરાટ પોતાના ફોનને અપડેટ કરતો પણ જોવા મળે છે અને સાથે કહે છે કે ચલો હવે તારો વારો. તું આવું કરીને દેખાડ. વિડીયો શેર કરવાની સાથે જ અનુષ્કાએ લખ્યું હતું કે, મેં વિરાટ સાથે ટકાટક બેટ બેલેન્સની ખૂબ મજા લીધી. હવે તમે પણ તમારું ટેલેન્ટ દેખાડો.