ભાલ પંથકના કાળાતળાવ ગામે મિઠા ઉધોગ માટે જમીન ન ફાળવવા ગ્રામજનોની ઉગ્ર માંગ

405

સરકાર-તંત્ર જમીન ફાળવશે તો ઝલદ આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે
ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ કાળાતળાવ ગામની સીમમાં પડતર ખરાબાની ગૌચરાણ ની જમીન મિઠા ઉધોગ માટે તંત્ર દ્વારા હિમાયત કરવામાં આવી રહી છે આ બાબતનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કોઈ પણ હિસાબે મિઠા ઉધોગ ને જમીન ન આપવા સરકારી તંત્ર ને રજૂઆત કરી છે આમ છતાં જો તંત્ર મિઠા ઉધોગ માટે જમીન ફાળવશે તો પરીણામ ભોગવવા તૈયાર રહેવાની ચિમકી આપી છે.ભાવનગર જિલ્લાના કાળાતળાવ ગ્રામજનો દ્વારા બહુમાળી કચેરી સ્થિત મદદનીશ મત્સ્ય ઉધોગ નિયામક અધિકારી ને આવેદનપત્ર પાઠવી એવાં પ્રકારે રજૂઆત કરી હતી કે ભાલ પંથકના કાળાતળાવ ગામે ખારાપાટ વિસ્તારમાં સરકારી ગૌચરાણ ની સેંકડો એકર જમીન આવેલી છે જે પૈકી વર્ષ ૨૦૧૮ ના વર્ષમાં વીસ હજાર એકર જમીન મીઠા ઉધોગ માટે સરકારે ફાળવી દેવામાં આવતા વર્ષ ૨૦૧૯-૨૦ માં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ભાલના પવ ગામોમાં ચોમાસામાં પાણી ભરાયા હતા અને જળ સંકટ જોઈએ વી સ્થિતિ નું નિર્માણ થયું હતું મીઠા ઉધોગ ને જમીન ફાળવતા ખેતી લાયક જમીનોમાં દરિયાના ખારાં પાણી ફરી વળતા ખેતી બરબાદ થઈ ગઈ હતી અને આ બંજર જમીનમાં ઘાસનું તણખલું પણ નથી ઉગી શકતું આ ઉપરાંત પશુ ચરાણ નાશ થતાં અબોલ જેવો ને પેટ ભરવાના ફાફા પડી રહ્યાં છે જેમાં માલધારીઓ તો મુશ્કેલીમાં છે જ પરંતુ આ ખારાપાટ માં થતાં અને એશિયાનું ગૌરવ એવાં કાળીયાર હરણના અસ્તિત્વ પર સંકટની તલવાર તોળાઈ રહી છે ગત વર્ષે ભાલના સેંકડો ગામડાઓમાં ભરાયેલ પાણી અને ખાના-ખરાબી પરથી સરકાર-તંત્ર એ કોઈ જ ધડો લીધો ન હોય તેમ હવે વધુ જમીન મિઠુ પકવતા ઉધોગકારો ને ધરવવાનો કારસો ઘડાઈ રહ્યો છે. આથી જો હવે સરકાર કે તંત્ર એક તસૂ પણ જમીન મિઠા ઉધોગ ને ફાળવશે તો એનાં પરિણામ ભોગવવા સરકાર તૈયાર રહે અને ભાલના ગામડે ગામડે ઉગ્ર આંદોલનના મંડાણ મંડાશે અને જે સ્ફોટક પરિસ્થિતિનું નિર્માણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને તંત્ર ની રહેશે એવી ચિમકી પણ ઉચ્ચારાઈ છે.