હથિયારો સાથે ૩ રીઢા ગુનેગારો ઝબ્બે

663

રથયાત્રા સંદર્ભે શહેર-જિલ્લા પોલીસ દ્વારા સઘન કોમ્બિગ હાથ ધરવામાં આવ્યું
ભાવનગર તા,૬
ભગવાન જગન્નાથની આગામી ૧૪૪ મી રથયાત્રા અનુસંધાને ભાવનગર શહેર પોલીસના ત્રણ દિવસ દરમ્યાન અલગ અલગ ૦૩ દરોડામાં ૦૫ જેટલા ગેરકાયદેસર પિસ્ટલ/રીવોલ્વર/તમંચા જેવા હથીયારો અને ૧૪ જીવતા કાર્ટીસ સાથે છ આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ.. ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એચ.એમ.યાદવ ના માર્ગદર્શન મુજબ આજરોજ તા.૦૫/૦૭/૨૦૨૧ ના રોજ ભરતનગર ડી-સ્ટાફને ચોક્કસ હકિકત મળેલ કે તોફીકભાઇ રફીકભાઇ શેખ રહે.સાઢીયાવાડ, ભુતના લીબડા પાસે મહમ્મદી બાગની બાજુમાં ભાવનગર વાળો ફુલજરીયા હનુમાનજી મંદીરથી બુધેલ જવાના કાંચા રસ્તે નળમાં આટા ફેરા મારે છે અને તેની પાસે રીવોલ્વરો તથા કાર્ટીસ છે અને તેણે અસ્લમભાઇ કાદરભાઇ ખોખર રહે.સાઢીયાવાડ ભુતના લીંબડા પાસે ભાવનગર તથા આદીલભાઇ હુસેનભાઇ ગનેજા રહે.સાઢીયાવાડ આરબ જમાત હોલ પાસે ભાવનગર વાળાઓને રીવોલ્વર તથા કાર્ટીસ વેચવાના હોય જેથી તેઓને ત્યા બોલાવેલ છે જે હકિકત આધારે નં.(૧) તોફીકભાઇ રફીકભાઇ શેખ, ઉવ.૩૩, રહે.સાઢીયાવાડ, ભુતના લીબડા પાસે, મહમ્મદીબાગની બાજુમાં ભાવનગરવાળા પાસેથી પીસ્ટલ કીં.રૂ.૨૫,૦૦૦/- તેમજ જીવતા કાર્ટીસ નંગ-૦૩ કીં.રૂ.૩૦૦/- તથા નં.(૨) અસ્લમભાઇ કાદરભાઇ ખોખર, ઉવ.૩૭, રહે.સાઢીયાવાડ, ભુતના લીંબડા પાસે, ભાવનગરવાળા પાસેથી પાસેથી પીસ્ટલ કીં.રૂ.૨૫,૦૦૦/- તેમજ જીવતા કાર્ટીસ નંગ-૦૩ કીં.રૂ.૩૦૦/- તેમજ નં.(૩) આદીલભાઇ હુસેનભાઇ ગનેજા, ઉવ.૨૬, રહે.સાઢીયાવાડ, આરબ જમાત હોલ પાસે, ભાવનગરવાળા પાસેથી પણ પીસ્ટલ કીં.રૂ.૨૫,૦૦૦/- તેમજ જીવતા કાર્ટીસ નંગ-૦૩ કીં.રૂ.૩૦૦/- સાથે રૂા.૭૫,૯૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી આર્મ્સ એક્ટ હેઠળ ભરતનગર પોલીસે હાથ ધરેલ છે સાથોસાથ આગામી રથયાત્રાના એક્શન પ્લાન સબબ હાલમાં મારામારી, ગંભીર ગુન્હાઓમાં સંડોવાયેલા આરોપીઓની પાસા તથા તડીપાર કરી ભાવનગર શહેરના હીસ્ટ્રીશીટરો/એમ.સી.આર વાળા માણસોને અવાર નવાર ચેક કરી કાયદાની ગંભીરતાનો અહેસાસ કરાવેલ તેમજ હાલમાં રાત્રી દરમ્યાન કોમ્બીંગ હાથ ધરી શંકાસ્પદ માણસોને ચેક કરવામાં આવેલ તથા અસરકારક વાહન ચેકીંગ/ફુટ પેટ્રોલીંગ તેમજ ઇંગ્લીસ દારૂની રેઇડો તથા ભાવનગર વિભાગમાં મોટી સંખ્યામાં જુગારના ક્વોલીટી કેસો પણ કરેલ છે. જે કામગીરી અત્યાર સુધીના ભાવનગર શહેર વિભાગની ઐતીહાસીક કામગીરી કહી શકાય આમ ભાવનગર શહેર વિભાગ ભાવનગર દ્વારા આગામી સમયમાં મોટી જાનહાની થતી અટકાવેલ છે તથા લોકોના માલ મીલ્કતને ગુન્હેગારોના ખોફથી મુક્ત કરી ભાવસભર ભાવનગર કરવાનુ અભીયાન હાથ ધર્યુ છે.