ભાવનગરના વાતાવરણમાં ભેજ વધતા બફારો વધ્યો, તાપમાન 35 ડીગ્રીને પાર પહોંચ્યું

406

ભાવનગર શહેર-જિલ્લામાં વરસાદી માહોલ વિખરાઈ જતાં તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે એ સાથે ભેજનું પ્રમાણ વધતાં અસહ્ય અને અકળાવનારા બફારા થી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે. છેલ્લા ત્રણ દરમિયાન ડિગ્રીમાં એકાએક વધારો નોંધાયો છે.બે સપ્તાહ કરતાં વધુ સમયથી વરસાદી સિસ્ટમ સંપૂર્ણ પણે દૂર થઈ જતાં અને વાતાવરણ ચોખ્ખું બનતા ભરચોમાસે ઉનાળા જેવો માહોલ સર્જાયો છે ચોમાસાના ધોરી માસ ગણાતા જુલાઈ માસનાં એક બાદ એક દિવસો વરસાદ વિના કોરા ધાકોડ જઈ રહ્યાં છે વાદળો હટતા સૂર્યનારાયણ પુનઃ પોતાના રોદ્ર સ્વરૂપમાં આવી ગયાં છે ચોમાસામાં સામાન્યત: મહત્તમ તાપમાન 25 થી 29 ડીગ્રી વચ્ચે રહેતું હોય છે પરંતુ હાલમાં મહત્તમ તાપમાન નો પારો 36 ડીગ્રીને પાર પહોંચી ગયો છે.
છેલ્લા ચાર દિવસમાં 3 જુલાઈના રોજ 37.1 ડીગ્રી, 4 જુલાઈના રોજ 36.5 ડીગ્રી, 5 જુલાઈના રોજ 35.2 ડીગ્રી, 6 જુલાઈના રોજ 35.1 ડીગ્રી નોંધાઈ હતી, જોકે વાતાવરણ માં ભેજનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યાં છે હાલમાં સરેરાશ ભેજનું પ્રમાણ 58 થી લઈને 63 ટકા જેટલું ઊંચું નોંધાઈ રહ્યું છે.

Previous articleડ્રગ્સ કેસમાં એજાઝ ખાનના જામીન ફગાવતી મુંબઈ કોટ
Next articleદિલીપકુમારના નિધન પર મોરારિબાપુએ દુઃખ વ્યકત કર્યું,બાપુએ દિલીપકુમાર સાથેની મુલાકાતના સંસ્મરણો તાજા કર્યા