પાલિતાણા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો વિદાય સન્માન સમારંભ યોજાયો

490

પાલિતાણા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે કાર્યરત જ્યોત્સના બેન જાડેજાની મહુવા ખાતે બદલી થતાં તાલુકાની ૧૫ કેન્દ્રવતી શાળા ના આચાર્યશ્રી ઓ દ્વારા વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.હોટેલ નંદિની ખાતે આ પ્રસંગે નવા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે નિમણૂક પામેલા આતુભાઇ મકવાણા ને સ્વાગત સાથે આવકારવામાં આવ્યા હતા.વિદાય પ્રસંગે બી આર સી હાર્દિકભાઈ ગોહિલ તથા તમામ ૧૫ કેન્દ્રવર્તી શાળા ના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતાં. વિદાય લેતાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એ ભૂતકાળના અનુભવો પ્રસંગો વાગોળીને આભારની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે નોંધનવદર કેવ આચાર્ય પરેશભાઈ અમરેલિયા ,જાળીયા(અમ)કે.વ આચાર્ય યુનુસખાન બ્લોચ સહિતનાએ પ્રસંગોચિત વાત કરી હતી.આભારવિધિ શેત્રુંજી ડેમ કે વ શાળાના આચાર્ય ધવલભાઇ જોશીએ કરી હતી. કાર્યક્રમ નું રસપ્રદ સંકલન દિલીપભાઈ રાઠોડે બખૂબી સંભાળ્યું હતું.