સર ટી. હોસ્પિ. ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયા

435

પોટ્‌ર્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ સહિતના મહાનુભાવો વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિતિ રહ્યાં : સર ટી. હોસ્પિટલમાં ઓક્સિજનથી સગવડ વધવાથી ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને વધુ સારી સારવાર આપી શકાશે : શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં પોટ્‌ર્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રીશ્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય પોટ્‌ર્સ, શિપિંગ અને વોટરવેઝ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રીપદ યેસ્સો નાઇક, કેન્દ્રીય પોટ્‌ર્સ, શિપિંગ અને વોટરવેઝ રાજ્યમંત્રી શાન્તનુ ઠાકુર પણ વર્ચ્યુઅલ રીતે જોડાયાં હતાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું કે, કોરોનાએ આપણને ઓક્સિજનની જરૂરિયાત સમજાવી છે. આથી કોરોનાનો ત્રીજો વેવ આવે તે પહેલાં દેશની ૨૨૦૦ હોસ્પિટલોમાં સી.એસ.આર. ની મદદથી ઓક્સિજન પ્લાન્ટ બની રહ્યાં છે. આજે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની સી.એસ.આર. એક્ટીવિટીમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ નિર્મિત કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ માત્ર એક જ અઠવાડિયાના ટૂંકાગાળામાં ચાલું કરી દેવામાં આવ્યો છે. દેશ બદલાઇ રહ્યો છે અને આપણે અગાઉથી જ તેની જરૂરિયાત પારખીને તેનું અમલીકરણ શરૂ કરી દઇએ છીએ જેથી જે- તે સમસ્યાની મારક ક્ષમતાને ઘટાડી શકાય. સર ટી. હોસ્પિટલમાં ભાવનગર ઉપરાંત અમરેલી અને બોટાદના દર્દીઓ પણ આવે છે ત્યારે કોરોના સિવાય પણ ઓક્સિજનની જરૂરિયાત રહેતી હોય છે. આ પ્લાન્ટથી આગામી ૨૦ વર્ષ સુધીની ઓક્સિજનની વ્યવસ્થા ઉભી થઇ છે તેની ભૂમિકા તેમણે આપી હતી. અવસરે પોટ્‌ર્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય પોટ્‌ર્સ, શિપિંગ અને વોટરવેઝ અને પ્રવાસન રાજ્યમંત્રી શ્રીપદ યેસ્સો નાઇક, કેન્દ્રીય પોટ્‌ર્સ, શિપિંગ અને વોટરવેઝ રાજ્યમંત્રી શાન્તનુ ઠાકુર, મેયર કિર્તીબેન દાણીધરિયાએ પ્રાસંગિક ઉદબોધન કર્યા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, કેશુભાઇ નાકરાણી, આર.સી. મકવાણા,ી ભીખાભાઇ બારૈયા, કનુભાઇ બારૈયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.