ત્રણ વર્ષ પૂર્વે શહેરની અલકા ટોકીઝ પાસે થયેલ હત્યા કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા

668

૪થા એડી.સેસન્સ જજ ઝેડ.વી.ત્રિવેદીએ સરકારી વકિલ ભરત વોરાની ધારદાર દલીલો ગ્રાહય રાખી
ત્રણેય વર્ષ પૂર્વે ભાવનગર શહેરના અલકા ટોકીઝ પાસે ત્રણ શખ્સોએ એક સંપ કરી એક યુવાનની હત્યા કરી હતી. આ અંગેનો કેસ આજરોજ ભાવનગરના ૪થા એડી.સેસન્સ જજ ઝેડ.વી.ત્રિવેદી ની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકિલ ભરતભાઈ વોરાની દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ વિગેરે ધ્યાને રાખી ત્રણેય આરોપીઓ સામે ગુનો સાબીત માની આરોપીઓને આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો . આ કામે ફરીયાદી તૌફીકભાઈ એહમદભાઈ મનસુરી (જાતે પિંજારા ઉ.વ.૩૧ રહે.મોતી તળાવ કાદરી મસ્જદ વાળો ખાંચો, ભાવનગર) ના નાનાભાઈ રિયાઝ (મરણ જનાર) ના મિત્ર સમશેરભાઈ ચૌહાણનું એકાદ વર્ષ પહેલા વડવા બાપેસરા કુવા ખાતે ખુન થયેલ જે ખુનમાં સંડોવાયેલ આરોપીઓ (૧) સાજીદ અબ્દુલસતારભાઈ દસાડીયા રહે . વડવા વોશીંગઘાટ, કન્યા શાળા સંકુલ સામે, ભાવનગર ) (૨) એજભાઈ ઉર્ફ મંગો અહેમદભાઈ કુરેશી (રહે.વડવા બાપેસરા કુવા હનીફીયા મસ્જદ પાસે, ભાવનગર (૩) તૌફીકભાઇ ઉર્ફે કાળુ ખાલીદભાઈ શેખ (રહે.વડવા બાપેસરા કુવા, સીદીવાડ, સબર બિલ્ડીંગ, ત્રીજા માળે, ભાવનગર) જેમાંથી એજાજ ઉર્ફે મુંગો તથા તૌફીક ઉર્ફે કાળુ બંન્ને જામીન ઉપર છૂટેલ હોય અને બનાવના એક દિવસ પહેલા આરોપી તૌફીક ઉર્ફે કાળુને મરણજનાર રિયાઝ સાથે સામસામુ જોઈ કતરાવવા બાબતે બોલાચાલી થયેલ બાદ તે વાતનું સમાધાન થઈ ગયેલ તેમ છતા તેની દાઝ રાખી આ કામના ઉક્ત ત્રણેય આરોપીઓ એ એક સંપ કરી ગુન્હાહીત કાવતરૂ રચી પોતાનો ઇરાદો બર લાવવા ભેગા મળી મરણજનાર રિયાઝને તા.૧૮/૬/૨૦૧૮ ના રાત્રીના સુમારે અલકા ટોકીઝ પાસે કોહિનુર ચાની દુકાન સામે ભાવનગર ખાતે છરીઓ વડે શરીર ઉપર ગંભીર જીવલેણ ઈજાઓ કરી મરણજનારનું મોત નિપજાવેલ. જેતે સમયે ઉક્ત આરોપીઓ સામે નિલમબાગ પો.સ્ટે. ઈપીકો કલમ ૩૦૨, ૩૪,૧૨૦(બી), જીપીએકટ ક.૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ આજરોજ તા.૧૪/૭/૨૦૨૧ બુધવારે ભાવનગરના ચોથા એડી.સેસન્સ જજ ઝેડ.વી.ત્રિવેદી સાહેબની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ ભરતભાઈ વોરાની ધારદાર દલીલો, આધાર, પુરાવા, સાક્ષીઓ, વિગેરે ધ્યાને લઈ આરોપીઓ (૧) સાજીદ અબ્દુલસતારભાઈ દસાડીયા (૨) એજભાઇ ઉર્ફે મુંગો અહેમદભાઈ કુરેશી (૩) તૌફીકભાઈ ઉર્ફે કાળુ ખાલીદભાઈ શેખ સહિતના ત્રણેય આરોપીઓને ઇપીકો કલમ ૩૦૨ સહિતની જુદી જુદી કલમો હેઠળ આજીવન કેદની સજા અને રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો.

Previous articleપાલીતાણાના રાજસ્થળી ગામના વિસ્તારમાં બે સિંહનો લટાર મારતો વીડિયો વાઈરલ
Next articleપીવી સિંધૂએ આંગળીઓ પર નેઇલ આર્ટમાં ઓલિમ્પિકના પ્રતિક ચિતરાવ્યુ