ભાવનગરમાં પેટ્રોલના ભાવની સેન્ચુરી થતા કૉંગ્રેસ દ્વારા PMના કટઆઉટ સાથે વિરોધ પ્રદર્શન કરાયું

201

વિરોધ કરી રહેલા કૉંગ્રેસી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી
દેશ ભરમાં “વનમાં લાગેલ દાવાનળ” ની માફક વધતી જતી મોંઘવારી પેટ્રોલ-ડીઝલ સહિતના ઇંધણમાં થઇ રહેલા અસહ્ય ભાવ વધારોને પગલે ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નો નવતર કાર્યક્રમ આપ્યો હતો જેમાં પેટ્રોલ ના ભાવની સેન્ચ્યુરી પુરી થતાં વડાપ્રધાન મોદીના કટઆઉટનું હાર-તોરા થી સન્માન આતશબાજી અને મીઠાઈ વિતરણ સાથે સૂત્રોચ્ચાર નો કાર્યક્રમ જાહેર કર્યો હતો.જે મુજબ કોંગી કાર્યકરો જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, તળાજા ના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, મહાનગરપાલિકાનાના પૂર્વ વિપક્ષી નેતા જયદિપસિંહ ગોહિલ કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ,પારૂલબેન ત્રિવેદી, દર્શનાબેન જોષી,મહેન્દ્રસિંહ ગોહિલ સહિતના કાર્યકરો ઘોઘાગેટ ચોક ખાતે મોટી સંખ્યામાં એકઠા થયા હતા એ સાથે એલસીબી, સી ડીવીઝન સહિતનો પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો. કોંગી કાર્યકરોએ સૂત્રોચ્ચાર શરૂ કરતાં ની સાથે જ પોલીસે કાર્યકરોની અટકાયત કરવા પ્રયત્નો શરૂ કરતાં કાર્યકરોએ અહીં તહીં દોડાદોડી કરી મૂકી હતી આથી પોલીસ-કાર્યકરો વચ્ચે રીતસર પકડદાવ ખેલાયો હતો. પોલીસ કાર્યકરો પાસેથી મિઠાઈ ના બોક્સ ફટાકડા જુટવી લેવા મથામણ કરી હતી જેમાં કેટલાક સભ્યોએ છટકી થોડા ફટાકડા ફોડ્યા હતાં તો કોઈ એ રાહદારીઓ વાહન ચાલકોને મિઠાઈ વહેંચી હતી. જેમાં નેતા જયદિપસિંહ ફટાકડા સાથે નું બોક્સ જતાં હોય આથી એલસીબી પીઆઈ વિજય ઓડેદરા એ પાછળ દૌટ મૂકી જયદિપસિંહને પકડવા પ્રયત્ન કર્યો હતો તો બીજી તરફ શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણી એ મોદીનું કટઆઉટ સાથે પટમાં આવવા કોશિષ કરતાં પોલીસ જવાનોએ તેને ઘેરી કટઆઉટ ફાડી-તોડી નાખ્યું હતું, દસ થી પંદર મિનીટના કાર્યક્રમ પોલીસે આટોપી લઈ કોંગી કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

Previous articleધોરણ ૧૨ની શાળાઓ આજથી શરૂ થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ, ૫૦ ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ થયા
Next articleમૂનિડેરી રોડપર બસ ઘરમાં ઘુસી…