ભાવનગર એસટી વિભાગમાં ૧૨ નવી બસની ફાળવણી

446

ભાવનગર ડેપોમાં પચાસ જેટલી ઓવરએજ બસો છે
ભાવનગર એસટી ડેપો હેઠળ આવતા આઠ જેટલા ડેપોમાં પચાસ જેટલી એસટી ડેપો ઓવરએજ થઇ ગઇ છે. જેના કારણે નવી બસની માંગણી કરાતા ૧૨ જેટલી નવી એસટી બસની ફાળવણી કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને ભાવનગર ડેપોને આઠ, અને ગારિયાધાર ડેપોને બે એસટી બસ સોંપાઇ છે. જ્યારે અન્ય બે થી ત્રણ બસની ફાળવણી બાકી હોવાનું જાણવા મળી રહ્યું છે. દિવાળી સુધીમાં ભાવનગર ડિવીઝનને રપ થી ૩૦ નવી બસો મળશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. લાંબા અંતરના રૂટને ધ્યાને લઇ નવી બસ અપાઇ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.
જીએસઆરટીસી દ્વારા દરેક વિભાગને તેમની પાસે રહેલી ઓવરએજ ગાડીની ટકાવારી પ્રમાણે ફાળવણી કરવાની પ્રક્રિયા શરૂ છે. ભાવનગર ડિવિઝનમાં પણ ૫૦ જેટલી બસ ઓવરએજ દોડી રહી હોય, તેના સ્થાને નવી બસ આપવા માટે માગણી કરાઈ હતી. જેને લઈ એસ.ટી. નિગમે પાછલા એક માસમાં બીએસ-૬ મોડેલની ૧૨ બસ ભાવનગરને ફાળવી દીધી છે. અગાઉ આવેલી ૧૦ બસ પૈકી ૮ બસ ભાવનગર ડેપો અને ૨ બસ ગારિયાધાર ડેપોને સોંપાઈ હતી.