ઇંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટરોની બેદરકારી, માસ્ક વિના પરિવાર સાથે ફર્યા

211

(જી.એન.એસ)લંડન,તા.૧૫
વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંત સહિત ૨ ખેલાડીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાંથી એકનો રિપોર્ટ આવી ગયો છે. પંત અત્યારે પણ આઇસોલેશનમાં છે, જેનો ૧૮ જુલાઈએ બીજો ટેસ્ટ કરાશે. કોરોના મહામારી વચ્ચે ઈન્ડિયન ક્રિકેટરની બેદરકારીનું આ પરિણામ છે. ૨૩ જૂને સાઉથેમ્પટનમાં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ પછી દરેક ખેલાડી તેમના પરિવાર સાથે રજા માણી રહ્યા હતા.રોહિત શર્મા અને અજિંક્ય રહાણે પરિવાર સાથે માસ્ક વગર સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ભંગ કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં ફરતા જોવા મળ્યા હતા. વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંત ફુટબોલ ટૂર્નામેન્ટ યૂરો કપની મેચ જોવા પહોંચ્યો હતો, જ્યારે સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ ટેનિસ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનની મેચ જોવા ગયો હતો.