પૂ. મોરારીબાપુની નાથદ્વારામાં ગવાઈ રહેલી રામકથા “માનસ-તત કીમ “કથાના છઠ્ઠા દિવસે રાજસ્થાનના ગવર્નર કાલરાજ મિશ્રજી અને લોકસભાના સ્પીકર ઓમ બીરલાજી ઉપસ્થિત રહ્યાં હતાં અને કથા શ્રવણ કર્યું હતું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજી પોતાના સંસદિય મતક્ષેત્ર કોટામાં બાપુને રામકથા ગાયન માટે આમંત્રણ આપતો એક પત્ર સુપ્રત કર્યો. રામકથા માટે કોટા પધારવા બાપુને ખાસ વિનંતી કરતાં તેના પ્રતિભાવમાં બાપુએ કહ્યું કે “હું રામકથા ગાયન માટે જાપાનના કવેટા શહેરમાં જતો હોઉં તો મને રાજસ્થાનના કોટા આવવાનું ગમે જ. જરૂર રામ આદેશ મુજબ ત્યાં ભવિષ્યે કથાનું આયોજન થઈ શકશે.
















