ગૌરી વ્રતના પ્રથમ દિવસે નાની બાળાઓએ ગૌરી માતાની પૂજા-અર્ચના કરી

276

આજથી ગૌરી વ્રતની શરૂઆત, બાળાઓ આજથી પાંચ દિવસ સંયમ-નિયમ સાથે ઉપવાસ કરી બાળાઓ મીઠા વગરનું મોળું ભોજન કરી વ્રતની ઉજવણી કરે છે
આજે દેવપોઢી એકાદશી સાથે કુંવારી દિકરીઓ આદર્શ પતિ તથા પરિજનોની સુખાકારી અર્થે આજથી પાંચ દિવસનાં ગૌરી વ્રત(મોળાકત)ના વ્રતનો પ્રારંભ થયો છે. આ પાંચ દિવસ નાની બાળાઓ સંયમ-નિયમના ચુસ્ત આચરણ સાથે ઉપવાસી રહી ગૌરી માતાની પૂજા-અર્ચના કરી હતી. શહેરમાં આવેલ વિવિધ શિવ મંદિર ખાતે ગૌરી વ્રત(મોળાકત)ની પૂજા અર્ચના કરાઈ હતી, જેમાં આજથી પાંચ દિવસ સુધી તમામ બાળાઓ ઉપવાસ કરી તેના ભાવિ પતિની કામના અર્થે વ્રત બાળાઓ કરતી હોય છે.દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આજથી નાની બાળાઓના ગૌરીવ્રત – મોળાકત નો પ્રારંભ થશે. આજથી પાંચ દિવસ સુધી બાળાઓ એક ટાઈમ સ્વાદ વિનાનું ભોજન કરશે દરરોજ સવારે જુવારા સાથે બ્રાહ્મણો ના ઘરે અને શિવાલયોમાં પહોંચી ગૌરીમાતા ની પૂજા કરી સુર્ભિક્ષની કામનાઓ સાથે કહ્યાંગ્રા કંથ (મન પસંદ વર)ની યાચનાઓ કરશે. હવે સમય સાથે વ્રત-તહેવારો માં પણ આધુનિકતા નરી આંખે જોવા મળી રહી છે થોડા વર્ષો પહેલાં બાળાઓ ઘરે જુવારા વાવી પાંચ દિવસ પૂજા-અર્ચના કરતી હતી પરંતુ આજકાલ તૈયાર જુવારાઓ મળે છે.પરંતુ ધાર્મિક તહેવારો-ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે અને ધાર્મિક આસ્થાળુઓ પણ આજથી સાડાચાર માસનાં વિશેષ વ્રત-તપ નો પ્રારંભ કરે છે સન્યાસી ઓ પણ એક જ સ્થળે વાસ કરી ભગવાનની વિશેષ ભક્તિ-ભાવ માં લીન રહે છે.