દેવળીયા ગામે ખનીજ ચોરીમાં જનતા રેડ બાદ તંત્ર દ્વારા નદીમાં માપણી કરાઇ

594

તારીખ ૧૦/૭ ૨૦૨૧ ના રોજ રાણપુર તાલુકાના દેવળીયા ગામે નદીમાંથી રેતી ચોરી કરતા ખનીજ ચોરોને દેવળીયા ગામના ગ્રામજનોએ જનતા રેડ કરી નદીનું ખનન થતું અટકાવવા ખનીજ ચોરોને પડકારતા આ ખનિજચોરો રેતી ચાલવાના ચણા મૂકીને ઊભી પૂંછડીએ ભાગ્યા હતા ત્યારબાદ દેવળીયા ગામના લોકોએ એક સંપ કરી જે તે ખાતામાં ખનીજચોરો વિરુદ્ધ જવાબદાર અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી કારણકે દેવળિયા ગામ માં જવા માટે ફરજિયાત નદીમાંથી જ ચાલવું પડે છે જે નદી ઊંડી થઇ જતા જવા આવવામાં વસ્તુ લઇ જવા લાવવા માં વ્યાપી મુશ્કેલી પડે છે અને જ્યારે ચોમાસામાં ભાદર નદીમાં પાણી આવે ત્યારે નદી પસાર કરવી અતિ મુશ્કેલ બની જાય છે ગામલોકો નડતરરૂપ હોય સમસ્ત ગામ લોકોએ લેખિતમાં રજૂઆત કરતા ખાણ ખનીજ ના અધિકારીઓ એ આર શુક્લા અને તેમના સ્ટાફ દ્વારા દેવળીયા ગામની નદી ની જાત તપાસ કરી નદી નું માપ કાઢી મેજરમેન્ટથી માપણી કરવામાં આવેલ હતી રેતી ચોરી ની સ્થળની તપાસણી કરેલ અને ગામલોકોએ આપેલ રેતી ચોરી કરનાર શખ્સો ઉપર કાયદેસર કાર્યવાહી કરવાની શરૂઆત કરેલ છે વધુમાં જાણવા મળ્યા મુજબ રાણપુર, ગઢીયા, દેરડી, સાંગણપુર, નાગનેશ, કિનારા, જગ્યા પરથી રોજ હજારોની સંખ્યામાં રેતીચોરી ડમ્પર તથા ટ્રેક્ટર ભરીને થાય છે આ રેતી ચોરીનું નેટવર્ક એટલું મજબૂત છે કે બોટાદ ખાણ ખનીજ ખાતા માંથી અધિકારી ની ગાડી નીકળે કે તરત જ રેતી ચોરોને મેસેજ મળી જાય છે અને રંગેહાથ પકડાતાં નથી આ રેતી ચોરી કરેલ ટ્રેક્ટર ડમ્પર બેફામ બધેથી પસાર થાય છે પણ કોઈ પકડાતું નથી અથવા મહિનામાં ૧ કે ૨ પકડીને કાર્યવાહી કરવાનું બતાવવામાં આવે છે આ બાબત ખાણ ખનીજ અધિકારી એ આર શુક્લા એ જણાવેલ છે કે રેતી ચોરીમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે શેહ શરમ રાખ્યા વિના કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે.