ટોકયો ઓલિમ્પિક આજથી સાદગી પૂર્વક ઉદઘાટન સાથે શરૂ થશે

294

(જી.એન.એસ)ટોક્યો,તા.૨૨
અમુક વર્ષો પહેલા ઓલિમ્પિક રમતોત્સવનો શુભારંભ જોરશોરથી કરવામાં આવતો હતો અને તેને એક ઉત્સવની જેમ ઉજવવામાં આવતો હતો. હજારોની સંખ્યામાં કલાકારો મહિના અગાઉ પ્રેકટીશ શરૂ કરી દેતા હતા. ખેલગાંવને રોશનીની ઝગમગાટથી ઝળહળી ઉઠતો હતો. પરંતુ આ વખતે કોરોનાની મહામારીના લીધે ટોકયો ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ ખુબ જ સાદગીપુર્વક કરવામાં આવશે.ગત વર્ષે જ ટોકયોમાં ઓલિમ્પિકનું આયોજન થવાનું હતુ. પરંતુ મહામારીના પગલે એક વર્ષ પાછુ એટલે કે આ વર્ષે આયોજન થયું છે. આજથી ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ છે ત્યારે ઓપનીંગ સેરેમની પાછળ ૪.૮૪ અરબ રૂપિયાનો ખર્ચ થશે. ૧૦ હજારથી વધુ એથ્લેટ પરેડમાં ભાગ લેવાના છે. ભારતના ૬ ખેલાડીઓ ભાગ લેવાના છે. જેમાં બોકસર મેરીકોમ અને હોકી ટીમના કેપ્ટન હરમનપ્રિતસિંહ ધ્વજારોહક બનશે. ટોકયો ઓલિમ્પિકનો પ્રારંભ જાપાનના રાજા નારૂ હિતોના હસ્તે થનાર છે. નારૂહિતો જાપાનના ૧૨૬માં રાજા છે. જેઓએ ૨૦૧૯માં રાજગાદી સંભાળી હતી. અમેરીકી રાષ્ટ્રપતિ જો બાઇડનના પત્નિ પણ ઓપનીંગ સેરેમનીમાં ભાગ લઇ શકે છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈકરોન પણ હાજરી આપશે કારણ કે ૨૦૨૪માં ફ્રાન્સમાં ઓલિમ્પિક યજમાન કરી રહયું છે. પ્રથમ વખત તમામ દેશોના દળની ઓપનીંગ સેરેમનીમાં એન્ટ્રી જાપાનની ભાષામાં હશે એવુ પ્રથમ વખત બનશે કે ઓલિમ્પિકમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરવામાં આવશે નહિ. આ સમારોહ કોરોના વોરીયર્સને સમર્પિત કરવામાં આવશે. આયોજકનું કહેવુ છે, ઓપનીંગ સેરેમનીનું આયોજન જાપાની સંસ્કૃતિથી કરવામાં આવશે. ટોકયો ઓલિમ્પિક રમતોત્સવ એકઝીકયુટીવ પ્રોડયુસર માર્કો બાલીચનું કહેવુ છે કે કોરોનાના કહેર વચ્ચે સમારોહ એકદમ સાદગીપૂર્વક યોજાશે. જેમાં જાપાનના સૌંદર્યની ઝલક જોવા મળશે. દરેક ઓલિમ્પિકમાં યજમાન દેશના ત્રણ લોકો, એક ખેલાડી, એક કોચ અને એક જજ તમામ સ્પર્ધાઓ વતી શપથ લેતા હોય છે. પરંતુ આ વખતે માત્ર ૬ લોકો જ હાજર રહેશે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ દ્વારા આ વખતે બદલાવ કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીથી પ્રભાવિત ટોક્યો ગેમ્સના આજથી થનારા ઉદઘાટન સમારંભમાં લગભગ ૧૫ દેશના નેતાઓ હાજર રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત તમામ દેશ તરફથી માત્ર છ અધિકારીઓને સેરેમનીનો હિસ્સો બનવાની તક મળશે. ગેમ્સના આયોજકોના અનુસાર ઉદ્ઘાટન વખતે વ્યકિતગત રીતે સ્ટેડિયમમાં હાજર રહેનાર લોકોની સંખ્યા એક હજારની આસપાસ હોઇ શકે છે. જાપાનીઝ સરકારના મુખ્ય કેબિનેટ સચિવ કાત્સુનોબુ કેટોએ જણાવ્યું, કેબિનેટ સ્તરના લગભગ ૭૦ અધિકારીઓ પણ ઓપનિંગમાં આવે તેવી સંભાવના છે. ઉદઘાટન વખતે કેટલા વીવીઆઇપી મહેમાનો હાજર રહેશે તે અંગે હજુ પણ અનિતિતા છવાયેલી છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોન, મંગોલિયાના લુવસાનામસરાઇ ઓયુન એર્ડેન તથા અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઇડેન સહિત વિશ્વના કેટલાક નેતાઓ હાજરી આપશે.

Previous articleસલમાનની પત્ની-૧૭ વર્ષની પુત્રી દુબઈમાં?, અભિનેતાએ કહ્યું- ભાઈ મારી કોઈ પત્ની નથી
Next articleરાજ કુંદ્રાની ૨ ઓફિસ પર દરોડા, મુંબઈ ક્રાઈમ બ્રાંચને ૯૦ વીડિયો મળ્યા