ગુરુ પૂર્ણિમા પાવન દિવસ નિમિત્તે ગુરુ આશ્રમ બગદાણા ખાતે ભાવિકો ઉમટ્યા

651

ડિજિટલ માધ્યમથી લાખો લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી
ભાવનગર જિલ્લામાં આવેલા ખ્યાતનામ ગુરૂ આશ્રમ બગદાણા ખાતે આજે વહેલી સવારથી હજારો ભક્તો દર્શનાથે પોહચ્યા હતા અને સરકારની સંપૂર્ણ ગાઈડ લાઈન સાથે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી, તદ્દન સાદગીપૂર્ણ માહોલ સાથે ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા બે વર્ષ થી વિશ્વવ્યાપી કોરોનાની મહામારી ને પગલે ગત વર્ષે આ મહાપર્વ ની ઉજવણી થઈ શકી ન હતી પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી કાબૂમાં હોય જેને પગલે સરકાર-તંત્ર દ્વારા ચોક્કસ ગાઈડલાઈન ના પાલન સાથે મહાપર્વ ની ઉજવણી કરવાની છુટછાટ જાહેર કરી છે, ત્યારે માત્ર ભાવનગર જ નહીં પરંતુ દેશ-વિદેશમાં દુઃખીયાઓના બેલી અને ઓલીયા સંત તરીકે જગ વિખ્યાત સંત શિરોમણી પૂ.બજરંગદાસ બાપાની તપોસ્થળી ગુરૂઆશ્રમ બગદાણા ધામ ખાતે આ વર્ષે ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને ગુરૂપૂનમની ઉજવણી તદ્દન સાદગીપૂર્ણ માહોલમાં અને ખાસ તો દૂર દૂરથી આવતા ભક્તોએ ડિજિટલ માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

સંતોની ભૂમિ તરીકે જગ વિખ્યાત ગોહિલવાડમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ જીવને ઈશ્વર સુધી પહોંચાડવામાં ચાવી રૂપ ભૂમિકા ભજવે છે અને જરૂર જણાયે ઈશ્વર ખુદ એક ગુરૂના રૂપે સૃષ્ટિમાં અવતાર ધારણ કરી દુરાચારનો અંત કરી સકળ જગતનું કલ્યાણ કરે છે, એ સદ્દગુરૂનો મહિમા વર્ણવતુ પર્વ એટલે ગુરૂપૂર્ણિમાં ભાવનગર શહેર જિલ્લામાં દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ દ્વારા ભક્તિના અનોખા ભાવ સાથે ગુરૂપૂર્ણિમાં પર્વની ઉજવણી કરવામાં આવે છે.