મ્યૂઝિક વીડિયોમાં અરુણિતા કાંજીલાલ બિંદાસ ગર્લ બની

163

રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ને ૧૫મી ઓગસ્ટે તેનો વિનર મળી જશે, શોમાં ટોપ-૬ કન્ટેસ્ટન્ટ્‌સ રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
મુંબઈ,તા.૨૮
સિંગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આઈડલ ૧૨ને ૧૫મી ઓગસ્ટે તેનો વિનર મળી જશે. શોમાં ટોપ-૬ કન્ટેસ્ટન્ટ્‌સ રહ્યા છે. જેમાં પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, નિહાલ તૌરો, સયાલી કાંબલે, દાનિશ અને શન્મુખપ્રિયાનો સમાવેશ થાય છે. આ સીઝનની ટ્રોફી કોને મળશે તે જાણવા માટે શોના દર્શકો અને કન્ટેસ્ટન્ટ્‌સના ચાહકો ઉત્સુક છે. દર્શકો તેમના ફેવરિટ કન્ટેસ્ટન્ટને વોટ આપી રહ્યા છે અને તેને વિજેતા બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ કન્ટેસ્ટન્ટ્‌સે પણ એકબીજાને ટક્કર આપવાની તૈયારી કરી લીધી છે. દર વર્ષની જેમ, આ વર્ષે પણ ટોપ ૬ કન્ટેસ્ટન્ટ્‌સનો દર્શાવતો મ્યૂઝિક વીડિયો ઈન્ડિયન આઈડલ તરફથી લોન્ચ કરવામાં આવ્યો છે. જેનું નામ છે ’મંઝીલો કા કારવાં. મ્યૂઝિકમાં સીઝનના ટોપ-૬ કન્ટેસ્ટન્ટ્‌સ રોકિંગ લૂકમાં જોવા મળી રહ્યા છે. જેને દર્શકો પણ ખૂબ પ્રેમ કરી રહ્યા છે. આ દરમિયાન જો કોઈના લૂકે ધ્યાન ખેંચ્યું હોય તો તે હતી અરુણિતા અને પવનદીપ. વીડિયોમાં જોઈ શકાય છે કે, શરુઆતમાં પવનદીપ બ્લેક ટી-શર્ટ, ડેનિમ અને યલ્લો જેકેટમાં જોવા મળી રહ્યો છે. તો નિહાલે પણ બ્લેક ટી-શર્ટ અને કલરફુલ જેકેટ પહેર્યું છે. દાનિશ પણ ઓરેન્જ આઉટફિટમાં હેન્ડસમ લાગી રહ્યો છે. અરુણિતા શોમાં આમ તો હંમેશા ટ્રેડિશનલ આઉટફિટમાં જ જોવા મળે છે. જો કે, મ્યૂઝિક વીડિયોમાં તેણે પિંક ફ્રોક પહેર્યું છે, જેમાં તે એકદમ હટકે લાગી રહી છે. આ સિવાય શન્મુખપ્રિયા બ્લેક આઉટફિટ તો સયાલી બ્લૂ જમ્પશૂટમાં છે. વીડિયોમાં આગળ તમામ ઓલ બ્લેક આઉટફિટમાં દેખાઈ રહ્યા છે. ઈન્ડિયન આઈડલ ૧૨ના ટોપ ૬ કન્ટેસ્ટન્ટ્‌સનો બદલાયેલો લૂક જોઈને તેમના ફેન્સ પણ ચોંકી ગયા છે. આ વીડિયોના શૂટિ્‌ંગ માટે તમામે પહેલા ડાન્સની ટ્રેનિંગ લીધી હતી અને સ્પેશિયલ ફોટોશૂટ પણ કરાવ્યું હતું. ઈન્ડિયન આઈડલ ૧૨ના ફિનાલેની વાત કરીએ તો, તે એકદમ ધમાકેદાર રહેવાનું છે. રિપોર્ટ્‌સ પ્રમાણે ફિનાલે ૧૨ કલાક ચાલશે.

Previous articleમનિષ મલ્હોત્રાનાં કલેક્શનમાં સૈફની દીકરી સારાનો ઠાઠ
Next articleફેન સૈફ અલી અને તૈમૂરને ફિલ્મમાં સાથે જોવા માગે છે