અલંગ ખાતે ભાડા વધારાની માંગ સાથે બીજા દિવસે પણ ટ્રક હડતાલ યથાવત

584

પાંચ હજારથી વધુ ટ્રકોના પૈડાં થંભી જતાં ઉધોગકારો મુશ્કેલીમાં મુકાયા
ભાવનગર, તા.૨૮
અલંગ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ગઇકાલથી હડતાળનો પ્રારંભ કરાયો હતો. અલંગ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ડીઝલ ના આસમાને પહોંચેલા ભાવ વધારા સામે અનેક વખત રજુવાત કરવા છતાં ઉકેલ નહીં આવતા આજથી અલંગ ટ્રક એસોસિએશન ભાડા વધારાની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. ૫૦૦થી વધુ ટ્રક માલિકો હડતાળમાં જોડાયા છે. આજે બીજા દિવસે પણ ટ્રક હડતાલ યથાવત રહેવા પામી છે. એસોસિએશનના હોદેદારોએ જણાવ્યું હતું કે આ અગાવ ૪ વર્ષ પહેલાં ભાવ વધારા માટે અમે રજુવાત કરી હતી પણ ત્યારે અમને ૪૨૦ રૂપિયા ભાવ નક્કી કરાયો હતો જેમાં ટપાલ અને લોટિંગ નો ખર્ચ સામેલ સાથે, પણ અત્યારે અલંગ એસોસિએશનને રજુવાત કરતા તેણે અમારી ભાવ વધારાને મંજુર કર્યો ન હતો અને જણાવ્યું હતું કે તમે જુના ભાવ ભરો. ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે હું સમર્થન કરું છું,છેલ્લા ૨ વર્ષમાં ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે પણ ટ્રકોના ભાડા માં વધારો થયો નથી જ્યારે ડીઝલની સાથે સ્પેરપાર્ટ્‌સ, ગેરેજ કામની મજૂરી, ટ્રક લોડિંગ અને અનલોડિંગની મજૂરી ડબલ થઈ ગઈ છે જ્યારે મોંઘવારી વધતા ડ્રાઈવર અને ક્લીનરનો પગાર વધારવાની ટ્રક માલિકોને ફરજ પડી છે જ્યારે ભાડામાં વધારો થયો નથી જેથી ટ્રક માલિકો અને ટ્રાન્સપોર્ટરોને હડતાળ કરવાની ફરજ પડી છે દિવસે ને દિવસે વધી રહેલા ડીઝલના ભાવ વધારાને કારણે ટ્રક માલિકોને ટ્રક ચલાવવા અઘરા થતા હડતાલ કરવી પડી છે. અલંગ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન પૂર્વ પ્રમુખ સુરેશભાઈએ જણાવ્યું હતું કે એશિયાનો સૌથી મોટો શિપબ્રેકિંગ યાર્ડ અલંગ પણ સરકારની અવાર નવાર હેરાનગતિને કારણે મૃતપાય થઈ ગયો છે ત્યારે સરકારની લૂંટ કરવાની નીતિનો ભોગ ટ્રક માલિકો પણ બન્યા છે સરકારે હાલ કોરોના મહામારીના આ કપરા સમયમાં રાજ્ય સરકાર દ્વારા લેવમાં આવતા ડીઝલ પરના ટેક્સ માં ઘટાડો કરી ડીઝલના ભાવ ઘટાડવા જોઈએ જેથી ટ્રક, ટ્રાન્સપોર્ટ ધંધો ચાલે પણ સરકારની માત્રને માત્ર દમનકારી નીતિને કારણે આજે અલંગ ના ટ્રક ટ્રાન્સપોર્ટરોને હડતાળ કરવાની મજબૂરીમાં ફરજ પડી છે ને તેઓની તર્ક ભાડામાં લોકલ ભાડામાં ૩૦% જેટલો અને લાઈનમાં ૨૦% જેટલો ભાવ વધારો બિલ કુલ વ્યાજબી છે.

Previous articleભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘ દ્વારા વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી કરાઈ
Next articleભાવનગરને વધુ વિમાન સેવાની સાંસદ દ્વારા રજુઆત