હાર્દિક પંડ્યાનું ફોર્મ ચિંતાનું કારણ, ઓલરાઉન્ડરમાં અન્ય વિકલ્પ શોધો : ગાવસ્કર

156

(જી.એન.એસ)ટોક્યો,તા.૨૮
શ્રીલંકા સામે મર્યાદીત ઓવરોની સિરીઝમાં ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું ફોર્મ ચિંતાનુ કારણ બની ચુક્યુ છે. હાર્દિક પંડ્યા વન ડે સિરીઝ અને પ્રથમ ટી૨૦ મેચમાં પણ ખાસ કંઇ દેખાવ કરી શક્યો નથી. તેનુ બેટ પણ લાંબા સમયથી શાંત છે. તેના કારણે હવે ટીમમાં તેના સ્થાનને લઇને સવાલ ઉઠવા લાગ્યા છે. હાર્દિક પંડ્યાને લઇ દિગ્ગજ સુનિલ ગાવાસ્કરે વાત કહી છે. ગાવાસ્કરે હવે બીજાને મોકો આપી ઓલરાઉન્ડર શોધવા કહી તેને નિશાને લીધો છે. શ્રીલંકા સામે હાલમાં જ સમાપ્ત થયેલી એક દિવસીય સિરીઝમાં પંડ્યાએ બે ઇનીંગમાં બેટીંગ કરી હતી. બીજી વન ડેમાં તે ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થઇ ચુક્યો હતો. પ્રથમ અને અંતિમ વન ડેમાં તેને શરુઆત મળી હતી. પરંતુ હાર્દિક પંડ્યા તેને મોટા સ્કોરમાં બદલી શક્યો નહી. ટી૨૦ સિરીઝની પ્રથમ મેચમાં તે માત્ર ૧૦ રન બનાવીને આઉટ થયો હતો. પીઠની ઇજા બાદથી હાર્દિક બોલીંગ પણ ખૂબ ઓછી કરતો નજર આવ્યો છે.સુનિલ ગાવાસ્કરે કહ્યું, ફક્ત પાછળના પ્રદર્શનના આધારે હાર્દિક પોતાના પર ભરોસો નથી કરી શકતો. તે આગળ જેટલી વાર નિષ્ફળ થશે, એટલી વખત તેની પર દબાણ વધતુ જશે. ગાવાસ્કરને લાગે છે કે, ભારત પાસે બે ખેલાડીઓમાં બેકઅપ ઓલરાઉન્ડર વિકલ્પ છે. જો તેમને યોગ્ય રીતે તૈયાર કરવામાં આવે તો, તે હાર્દિકનુ સ્થાન લેવા માટે સક્ષમ છે. આપણે હાલમાં દિપક ચાહરને જોયા. તેમણે સાબિત કર્યુ હતુ, તે એક ઓલરાઉન્ડર બની શકે છે. આપણે ભૂવનેશ્વવરને તે મોકો નથી આપ્યો. બે ત્રણ વર્ષ પહેલા, જ્યારે ભારત શ્રીલંકામાં રમ્યુ હતુ, ત્યારે તેણે ધોનીન સાથે મળીને ભારતને એક મેચ જીતાડી હતી. તેની પર મેચમાં ભારતે ૭-૮ વિકેટ ગુમાવી દીધી હતી. તેના બાદ ભૂવનેશ્વર અને ધોનીએ ભારતને મેચ જીતાડી હતી.