તળાજા તાલુકાના બોરડા ગામે એક રહેણાંકી મકાનમાં તસ્કરોનો હાથફેરો

523

નિંદ્રાધીન પરિવાર ઓસરીમાં સુતો રહ્યો અને નિશાચરો લાખોનો દલ્લો ઊઠાવી ફરાર બન્યા
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામે ગત મોડીરાત્રે એક રહેણાંકી મકાનમાં અજાણ્યા(જાણભેદુ) ઓએ ખાતર પાડી સોના- ચાંદીના દાગીના રોકડ રકમ સહિત લાખ્ખો રૂપિયાનો મુદ્દામાલ ઉઠાવી ફરાર થઈ જતાં મકાન માલિકે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર બનાવ અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના બોરડા ગામે પ્લોટ વિસ્તારમાં હાઈસ્કૂલ પાસે રહેતાં અને ખેતીકામ કરી જીવન નિર્વાહ ચલાવતા નાગજી સામત ધૂંધળવા ગત તા,૨૮,૭ ના રોજ રાત્રે પરિવાર સાથે વાળું-પાણી કરી ઘરની ઓસરીમાં મીઠી નીંદર માણી રહ્યાં હતાં તે વેળાએ મોડી રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ મકાનના પાછળનાં ભાગે બાકોરું પાડી રૂમમાં પ્રવેશી કબાટ તથા શેટીના ગાદલાં નિચે રાખેલ રોકડ રકમ સોના ચાંદીના દાગીના સહિત લાખ્ખો રૂપિયાનો દલ્લો ઉઠાવી ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ વહેલી સવારે પરિવાર ને થતાં ગામનાં સરપંચ સહિતના ઓને જાણ કરવામાં આવી હતી.
ત્યારબાદ દાઠા પોલીસ ને જાણ કરાતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જેમાં ઘટના સ્થળે થી સિગારેટ ના ખાલી બોક્સ મળી આવ્યાં હતાં આ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મકાન માલિક નાગજી સામત ધૂંધળવા એ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Previous articleસહાય-સર્વેથી વંચિત ખેડૂતોએ જિલ્લા પંચાયત કચેરી ખાતે મોરચો માંડયો
Next articleભાવનગર મહાપાલિકાની સ્ટે. કમિટીમાં ૪૧ ઠરાવો મંજુર