એક્ટ્રેસ મિતાલી નાગે ’ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ શોને કહ્યું અલવિદા

136

(જી.એન.એસ)મુંબઈ,તા.૨૯
’ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં નીલ ભટ્ટની (વિરાટ) બહેન દેવ્યાની દેશપાંડેનું પાત્ર ભજવી રહેલી એક્ટ્રેસ મિતાલી નાગે શોને અલવિદા કહ્યું છે. અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જાણ થઈ છે કે તે પોતાના ટ્રેકથી ખુશ નહોતી. લાંબા સમય સુધી તેના પર વિચાર વિમર્શ કર્યા બાદ તેણે ’ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માંથી બહાર થવાના નિર્ણય વિશે પ્રોડક્શન હાઉસને જણાવી દીધું છે. જ્યારે મિતાલી નાગનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે આ અંગે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો, જો કે ’ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ સાથે સંકળાયેલા સૂત્રોએ અમારા સહયોગીને જણાવ્યું હતું કે ’શોમાં તેના ટ્રેકથી મિતાલી નાખુશ હતી. તેની તારીખોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નહોતો. જૂન અને જુલાઈ મહિનામાં માંડ તેણે એક અઠવાડિયું શૂટિંગ કર્યું હશે. છેલ્લે તે ૧૨ જુલાઈએ સીરિયલના સેટ પર શૂટિંગ કરવા આવી હતી. તેણે પોતાના ટ્રેક વિશે ક્રિએટીવ ટીમ વિશે પણ વાત કરી હતી. જો કે, તેમના તરફથી કોઈ ચોક્કસ જવાબ મળ્યો નહોતો. તેને લાગ્યું હતું કે, તેના પાત્રએ પ્રમુખતા ગુમાવી દીધી હતી. તેની તારીખનો ઉપયોગ ન થતો હોવાથી તેણે આખરે પ્રોડક્શન હાઉસને સીરિયલ છોડવાનું જણાવી દીધું હતું’.
મિતાલી નાગે આ શો પહેલા ’રુપઃ મર્દ કા નયા સ્વરુપ’માં નીલ ભટ્ટ સાથે કામ કર્યું હતું, જે મે ૨૦૧૯માં ખતમ થયો હતો. અગાઉના એક ઈન્ટરવ્યૂમાં નીલ ભટ્ટ સાથેના બોન્ડિંગ વિશે વાત કરતાં મિતાલી નાગે જણાવ્યું હતું કે ’હું અને નીલ પહેલાથી મિત્રો છીએ. અન્ય શોમાં તે મારો હીરો બનવાનો હતો પરંતુ પ્રોજેક્ટ શરુ થયો નહીં. અને હવે તે મારા ભાઈનું પાત્ર ભજવી રહ્યો છે. મારા પતિ અને મારા માટે તે પ્રિયજન છે. અમે આજીવનના મિત્રો છીએ. શોમાં અમારું બોન્ડિંગ ભાઈ-બહેનના પ્રેમ વિશે સુંદર મેસેજ આપે છે. તે જે રીતે તેની બહેન પ્રત્યે ચિંતિત છે, દરેક ભાઈએ તેવા જ હોવું જોઈએ’. ’ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના હાલના ટ્રેકની વાત કરીએ તો, સઈ અને અજિંક્ય પર વિરાટે શંકા કરી હતી. જે બાદ સઈ અને વિરાટનો ઝઘડો થતાં સઈ ઘર બહાર ચાલી ગઈ હતી. જ્યાં ટ્રેકે તેને ટક્કર મારતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. હાલ તે હોસ્પિટલના બિછાને છે. બીજી તરફ વિરાટને પણ પોતાની ભૂલ સમજાઈ છે અને તેને પણ જાણ થાય છે કે અજિંક્ય સઈના રુમમાં જવા માગતો નહોતો. પરંતુ પત્રલેખાએ તેને મોકલ્યો હતો અને તેને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો.