ટ્રકમાં માલ ભરવા અને ઉતારવાનો ચાર્જ અલગથી લેવા સર્વાનુમતે નિર્ણય

859

ભાડા વધારા મામલે ચાલતી હડતાલમાં ટ્રાન્સપોર્ટ એસો.ની મળેલી મિટીંગમાં લેવાયેલો નિર્ણય
ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશન ની મિટિંગ યોજાઈ હતી જેમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આજદિન સુધી વાહનોમાં માલ-સામાન ભરવા તથા ઉતારવા માટે મજૂરોને જે રકમ ચુકવવામાં આવતી હતી એ રકમ ટ્રક – વાહન માલિકો મૂળ ભાડા માથી ચૂકવણી કરતાં હતાં પરંતુ હવે સામાન ભરવા તથા ખાલી કરવા માટે અલગથી ચાર્જ વસુલવામાં આવશે એવો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલ સહિતના ઇંધણોમાં થઈ રહેલ અસહ્ય ભાવ વધારાને પગલે લોડીંગ વાહન ધારકો એ ભાડા વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે ત્યારે આજરોજ શહેરના નારી ચોકડી ખાતે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી જેમાં સર્વે વાહન માલિકો દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આજદિન સુધી જે પાર્ટી નો માલ-સામાન એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં આવે છે એમાં જે ભાડું નિયત કરવામાં આવ્યું હોય એ ભાડા માથી જ સામાન વાહન માં લોડ કરવા તથા ઉતારવા સમયે જે મજૂરી ચાર્જ લાગે છે એ નિયત ભાડા માથી જ મજૂરોને ચૂકવવામાં આવતો હતો પરંતુ એક ટ્રીપ દિઠ પાંચથી સાત હજાર જેવો ખર્ચ થતો હોય છે હાલમાં ડીઝલ માં દરરોજ થતો ભાવ વધારો ઉપરાંત અન્ય મેઈન્ટેન્સ પણ મોંઘું થયું છે. તેમજ ટાયર,સ્પેરપાર્ટ ઓઈલ સહિતની કિંમત માં ધરખમ વધારો થતાં ટ્રક તથા અન્ય લોડીંગ વાહન માલિકોને પારાવાર આર્થિક નુકશાની વેઠવી પડી રહી છે આથી હવે પછી લોડીંગ વાહનોમાં માલ-સામાન લોડ તથા અનલોડ કરવા માટે જે ખર્ચ થાય છે તે ખર્ચ માલ લોડ કરાવનાર તથા અનલોડ કરાવનાર પાર્ટી પાસેથી વસુલવાનો નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવ્યો છે જોકે હજું સુધી ડીઝલના ભાવ વધારા મામલે ભાડા વધારવા માટે સરકાર કે તંત્ર દ્વારા સંમતિ આપવામાં નથી આવી આથી હડતાળ અકબંધ હોવાનું જાણવા મળ્યું છે.