ભાવનગર શહેરમાં ૨૫મી જુલાઈથી નિયમિત રૂપે ત્રણ સ્થળોએ ચાલતા નિઃશુલ્ક સંસ્કૃત સમ્ભાષણ શિબિરોનું એકસાથે સમાપન ચોથી ઓગસ્ટ બુધવારે રામમહલના આંગણે શેરનાથ બાપુના શિષ્ય હરનાથ બાપુની ઉપસ્થિતિમાં સાંજે ૦૫ઃ૩૦ કરાશે. આ ભગીરથ કાર્યમાં દરેક સમાજ સેવકોનુ સંસ્થા વતી હાર્દિક સ્વાગત છે. સંસ્કૃત ભાષા એટલે દેવવાણી. સંસ્કૃત ભણવાથી આપણો બાળક દાનવ નહીં પણ દેવ તુલ્ય અવશ્ય બનશે. માટે સંસ્કૃત ભણવું જરૂરી છે. આ શિબિરના ત્રણેય સ્થળોની છાત્ર-છાત્રાઓની કુલ સંખ્યા ૭૫ છે. દરેક છાત્રો સરળ સંસ્કૃત બોલતા થયા છે. જે સમાજ માટે ગૌરવની વાત છે. ભાવનગરની પી.એન.આર. સોસાયટી સંચાલિત હાઈટેક ઈન્ક્લુઝિવ સ્કૂલ, રામમહલ વૈદિક પાઠશાળા તેમજ કૃતજ્ઞતા એજ્યુકેશન પોઈન્ટના વિદ્યાર્થીમિત્રો છેલ્લા આઠ દિવસોથી શ્રદ્ધા પૂર્વક સંસ્કૃત ભણી રહ્યા છે અને બોલી પણ રહ્યા છે.
















