પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ જીત્યો, બોલીવૂડના સ્ટાર્સે પાઠવ્યા અભિનંદન

448

(જી.એન.એસ)મુંબઈ,તા.૨
ભારતની બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦ માં મહિલા સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સિંધુએ ચીનની હી બિંગજિયાઓને ૨૧-૧૩, ૨૧-૧૫થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. સિંધુની જીત પર સમગ્ર દેશને ગર્વ છે. અને તેમને શુભકામનાઓ સૌ આપી રહ્યા છે. આ સાથે જ બોલીવૂડના સ્ટાર્સ પર રિયલ સ્ટાર પીવી સિંધુને અભિનંદન પાઠવી રહ્યા છે. સૌ કોઈ સોશિયલ મીડિયા પર તેમના માટે શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે. અને આ જીતને ભારતની જીત તરીકે સૌ ઉજવી રહ્યા છે. ચાલો જાણીએ કોણે શું કરી છે ટ્‌વીટ. તાપસી પન્નુએ ટિ્‌વટ કર્યું, ‘આપણી છોકરી બ્રોન્ઝ લઈને ઘરે આવી રહી છે. સિંધુએ કરી બાતાવ્યું. એક સમયે એક રંગ. કમ ઓન ચેમ્પ. આ ઉજવણીનો સમય છે. તમારી જીતની ઉજવણી થશે.
સની દેઓલે ટિ્‌વટ કર્યું, આપણને સૌને પીવી સિંધુ પર ગર્વ છે. ઓલિમ્પિકમાં ૨ મેડલ મેળવનાર પ્રથમ મહિલા. ભારતને તમારા પર ગર્વ છે. દિયા મિર્ઝાએ ટિ્‌વટ કર્યું, તમે ગોલ્ડ ગર્લછો પીવી સિંધુ. ભારતને તમારા પર ગર્વ છે. અદનાન સામીએ ટિ્‌વટ કર્યું, ફેન્ટાસ્ટિકપ અભિનંદન પીવી સિંધુ. અભિષેક બચ્ચને લખ્યું, પીવી સિંધુને બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન અને આ સાથે તમે ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ મહિલા બન્યા છો. ભારતને તમારા પર ગર્વ છે. નેહા ધૂપિયાએ લખ્યું, ‘પીવી સિંધુ તમે ઈતિહાસ રચ્યો છે. આ શાનદાર પ્રદર્શન હતું. તમારી નાની ફેન મેહર ધૂપિયા તમને ચીયર કરી રહી છે. તે બેડમિન્ટનને બૈડમ કહે છે. અમને તમારા પર ગર્વ છે. જય હિન્દ.

Previous articleઅનુ મલિક સો.મીડિયા પર થયો ટ્રોલ, દેશભક્તિ ગીતમાં ઈઝરાયેલના રાષ્ટ્રગીતની ધૂન ચોરવાનો આરોપ
Next articleઅભિનેત્રી જ્હાનવી કપૂરએ કર્યો લગ્નના પ્લાન વિશે ખૂલાસો