સુશાસનના પાંચ વર્ષના પ્રજાલક્ષી સેવા યજ્ઞનો ત્રીજો દિવસ ભાવનગર ખાતે ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’નો સેવાયજ્ઞ યોજાયો

198

ભાવનગર મહાનગરપાલિકાનો ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ કાર્યક્રમ ‘ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ’ સરદારનગર ખાતે તેમજ ૧૩ વોર્ડમાં તથા જિલ્લાના તાલુકા સ્થળોએ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ દ્વારા ભૂખ્યાં જનોના જઠરાગ્ની ઠારવાનો સેવા યજ્ઞ યોજાયો
૧લી ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ’સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.તે અંતર્ગત આજે ભાવનગર જિલ્લામાં ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાનો ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ કાર્યક્રમ ‘ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ’ સરદારનગર ખાતે તેમજ ૧૨ વોર્ડમાં તથા જિલ્લાના તાલુકા સ્થળોએ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ ના કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.
માત્ર રાજ્યના નાગરિકોને જ નહીં પરંતુ રાજ્ય બહારના પરપ્રાંતિયોને પણ અનાજ પુરું પાડ્યું હતું તેમ જણાવી તેમણે કહ્યું કે, ભાવનગર જિલ્લામાં પણ આજથી ૭૦૪ વ્યાજબી ભાવની દુકાનો પરથી ૨૬,૧૮૪ કાર્ડ ધારકોને અને તે દ્વારા ૩,૨૦,૯૬૫ લોકોને આજથી ૫ કિલો અનાજ મળવાની શરૂઆત થવાની છે. ગરીબોના ઘરે કલ્યાણનો દીપ પ્રગટે તેવી ગરીબ કલ્યાણકારી યોજનાઓ વડાપ્રધાને સંવેદનશીલતાથી શરૂ કરીને ‘જ્યાં અનાજનો ટૂકડો, ત્યાં હરિ ઢૂંકડો’ એ ઉક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરી છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. જિલ્લા કલેકટર યોગેશ નીરગુડેએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું કે, જિલ્લાના દરેક સસ્તા અનાજની દુકાન પરથી ઓછામાં ઓછા ૫૦ લોકોને ૩.૫ કિ.ગ્રા. ઘઉં અને ૧.૫ કિ.ગ્રા.ચોખા એમ કુલ ૫ કિ.ગ્રા. અનાજ આજે વિતરણ કરવામાં આવનાર છે. વન મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે, વર્તમાન સરકાર શોષિતો, વંચિતો,પીડિતોની સરકાર છે. છેવાડાના માનવીને સંવેદનશીલતાથી ચિંતા કરનારી સરકાર છે. આથી જ આજે ગરીબોના ઘરે ચૂલો સળગતો રહે અને રાજ્યનો એક પણ નાગરિક ભૂખ્યો ન સુવે તે માટે તેમના જઠરાગ્નીને શાંત કરવાં માટેની ચિંતા અને ચિંતન વર્તમાન સરકારે કરીને આજથી ગરીબ નાગરિકોને દર મહિને પાંચ કિલો અનાજ વિનામૂલ્યે વિતરીત કરવાનું નક્કી કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળમાં પણ રાજ્યના ૬૮.૮૦ લાખ કુટુંબના ૩.૩૬ કરોડ લોકોને ત્રણ મહિના સુધી મફત અનાજ પુરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર એમ.એ.ગાંધી, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, શહેર પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, દંડક પંકજસિંહજી, ભાજપના અગ્રણી સર્વ અરૂણભાઈ પટેલ, ડી.બી.ચુડાસમા, યોગેશભાઈ બદાણી, યુવરાજસિંહ ગોહિલ સહિતના પદાધિકારીઓ-મહાનુભાવો તેમજ જિલ્લા વહીવટી તંત્રનાં અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Previous articleભાવનગર કૉંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યથાવત,આજે અન્નોત્સવનો વિરોધ કર્યો
Next articleભાવનગર શહેરના બે અલગ અલગ સ્થળે શોર્ટ-સર્કિટ થતાં આગ લાગી, ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો