ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે આજે નોટિંઘમમાં પ્રથમ ટેસ્ટ મેચ

398

નોટિંઘમ,તા.૩
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો આવતીકાલ બુધવાર ૪ ઓગસ્ટથી પ્રારંભ થશે. બંને ટીમો વચ્ચે પ્રથમ ટેસ્ટ ટ્રેંટ બ્રિજમાં રમાશે. ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની સાથે જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ-૨ નો આરંભ થશે. ઓપનર શુભમન ગિલ સહિત બે ખેલાડી ઈજાગ્રસ્ત થતાં તેમના રિપ્લેસમેન્ટ તરીકે પૃથ્વી શૉ અને સૂર્યકુમાર યાદવને મોકલવામાં આવ્યા છે.
ઓપનિંગમાં રોહિત શર્માની સાથે કોણ ડેબ્યુ કરશે એ જોવાનું રહેશે. જ્યારે ત્રીજા ક્રમે ચેતેશ્વર પુજારા, ચોથા ક્રમે કેપ્ટન વિરાટ કોહલી કોહલી, પાંચમા ક્રમે વાઇસ કેપ્ટન અજિંક્ય રહાણે નિશ્ચિત છે. છઠ્ઠા સ્થાને વિકેટકિપર બેટ્‌સમેન રિષભ પંત, સાતમા ક્રમે ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને તે પછી આઠમા ક્રમે શાર્દુલ ઠાકુર, નવમા ક્રમે મોહમ્મદ શમી, દસમા ક્રમે ઈશાંત શર્મા અને અગિયારમા ક્રમે જસપ્રીત બુમરાહ ઉતરી શકે છે. ભારતીય સમય પ્રમાણે ટેસ્ટ ૩.૩૦ કલાકે શરૂ થશે. બપોરે ૩ કલાકે ટોસ થશે. મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોટ્‌ર્સ નેટવર્ક પરથી થશે. પ્રેકિટસ મેચમાં લોકેશ રાહુલે શાનદાર દેખાવ કર્યો હતો. હવામાનને જોતા જાડેજાનો સમાવેશ કરવામાં ન આવે તેવી શકયતા છે. પ્રથમ ટેસ્ટ અગાઉ નોટિંઘમનાં ટ્રેન્ટબ્રિજ ગ્રાઉન્ડની તસવીરો સામે આવી હતી જેમાં પિચ પર ખૂબ ખાસ જોવા મળી રહી છે. ઘસવાળી પિચના કારણે એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ જેવા બોલર્સને મદદ મળશે અને તેના કારણે ભારતની તકલીફોમાં વધારો થાય તેવી સંભાવના છે. ભારતને વિદેશની ધરતી પર ફાસ્ટ બોલરો સામે રમવામાં તકલીફ પડતી હોય છે. પિચ પર ઘાસ વધારે હોય એવા સંજોગોમાં ભારતની મુશ્કેલીમાં વધારો થતો હોય છે. સીમ અને સ્વિંગ બોલરો સામે ભારતના બેટ્‌સમેનો ઘૂંટણિયા ટેકવી ડે તેવું અનેક વાર બન્યું છે. હવે જો આ પ્રવાસમાં પણ પિચ સ્વિંગ બોલરોને મદદ કરતી હશે તો તેની અસર ભારતીય બેટિંગ લાઇનઅપ પર દેખીતી રીતે જ થશે.