સિહોરમાં જીતુભાઇ વાઘાણીના હસ્તે રોજગાર પત્રો એનાયત કરાયા

179

રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણી સંદર્ભે ચાલતા કાર્યક્રમો આજે જિલ્લા કક્ષાનો રોજગાર દિવસ સિહોર ખાતે બંધન પાર્ટી પ્લોટમાં ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીના અધ્યક્ષ સ્થાને ઉજવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ સરકારી કચેરીઓ, અર્ધ સરકારી કચેરીઓ, બોર્ડ, નિગમ તથા ખાનગી ક્ષેત્રના એકમો મારફત રોજગારવાંચ્છુ ઉમેદવારોને વિવિધ જગ્યાઓ પર રોજગારી તથા એપ્રેન્ટીસશીપ આપવામાં આવેલ. જેના અનુસંધાને આ ઉમેદવારોને રોજગાર પત્ર એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં શિહોર ખાતે બહોળી સંખ્યામાં જાહેર જનતાએ હાજર રહી ઉત્સાહ દર્શાવેલ. ભાવનગર જીલ્લામાં રોજગારી મેળવેલ ૬૦૦ ઉમેદવારોને આજરોજ ભાવનગર તથા શિહોર મુકામે રોજગાર પત્ર એનાયત કરવામાં આવેલ હતા.
આ પ્રસંગે જી.પ. પ્રમુખ ભરતસિંહ ગોહિલ, – ભાજપ પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, તૃપ્તિબેન કેતનભાઈ જસાણી, ન.પા. પ્રમુખ વી.ડી.નકુમ ઉપસ્થિત રહેલ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શિહોર પ્રાંત અધિકારી, આઇ.ટી.આઈ. શિહોરનાં આચાર્ય તથા સમગ્ર સ્ટાફએ જહેમત ઉઠાવેલ.