મારપીટ વિવાદના ૧ મહિના બાદ પતિ કરણ મહેરા સાથે જોવા મળી નિશા રાવલ

654

બઈ,તા.૬
ટીવીના પ્રખ્યાત દંપતી કરણ મહેરા અને નિશા રાવલનો પારિવારિક વિવાદ જાણીતો છે. નિશાએ પતિ કરણ પર ‘મારપીટ’ કરવાનો આરોપ લગાવ્યો હતો. મુંબઈ પોલીસમાં કેસ દાખલ કરતી વખતે નિશાએ કહ્યું હતું, કરણ તેની સાથે ઘરેલુ હિંસા કરતો હતો. એટલું જ નહીં, નિશાએ કરણ પર અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ પછી પોલીસે કરણની ધરપકડ કરી અને થોડા સમય પછી તેને જામીન પર મુક્ત કર્યો. આ મામલો અહીં જ સમાપ્ત થયો ન હતો, જે બાદ નિશાએ ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ અને તસવીરો સાથે ફેન્સ સમક્ષ સમગ્ર મામલો મૂક્યો હતો. હાલમાં, દંપતી તેમના પુત્ર કવિશની કસ્ટડી માટે કાનૂની લડાઈ લડી રહ્યું છે. પરંતુ આ દરમિયાન આ કપલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે મોટા વિવાદ બાદ આ કપલ ફરી એકવાર સાથે આવવાની તૈયારી કરી રહ્યું છે. બંને કડવી વાતો અને યાદોને ભૂલીને ફરીથી તેમના લગ્નને નવી તક આપવા માંગે છે. બંને એક મોટા પ્રોડક્શન હાઉસની બહાર સાથે જોવા મળ્યા છે. બંને સાથે સ્પોટ કર્યા પછી, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બંને તેમના સંબંધોને ફરી એક નવી શરૂઆત આપવા માંગે છે. આ સમાચાર પછી, તેમના ફેન્સ પણ ખૂબ ઉત્સાહિત છે. ફેન્સ માને છે કે જો તેઓ નવી શરૂઆત કરવા માંગતા હોય તો તે બંને, તેમના પરિવાર તેમજ તેમના પુત્ર કવિશ માટે સારું રહેશે. કેટલાક ફેન્સ કહે છે કે ભૂતકાળને ભૂલીને આગળ વધવું એ સમજદાર વ્યક્તિની નિશાની છે. તે જાણીતું છે કે ૧ જૂનના રોજ મુંબઈ પોલીસે કરણને તેની પત્ની નિશા પર હુમલો કરવા અને ઘરેલુ હિંસા કરવા બદલ ધરપકડ કરી હતી અને થોડા કલાકો બાદ તેને જામીન મળી ગયા હતા. આ પછી નિશા મીડિયા સામે આવી અને કરણ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા. નિશાએ કહ્યું કે કરણે તેના ઘરેણાં વેચી દીધા, માથું ફોડી નાંખ્યું. જ્યારે તેનો ગર્ભપાત થયો ત્યારે પણ કરણે તેને એકલી છોડી દીધી હતી. જણાવી દઈએ કે કરણ મહેરાએ ૨૪ નવેમ્બર, ૨૦૧૨ ના રોજ નિશા રાવલ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ ૨૦૧૭ માં બંનેને એક પુત્ર થયો હતો.