માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ભાવનગર દ્વારા ભારતીય સેનામાં જોડવવા માર્ગદર્શન સેમીનાર યોજાયો

623

માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ભાવનગર દ્વારા ભારતીય સેનામાં અધિકારી કઈ રીતે બનવું ? તે અંગેનું નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર પંકજ જોષી કેરિયર ઇન્સ્ટિટયૂટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. માજી સૈનિક સેવા ફાઉન્ડેશન ના સંયુક્ત ઉપક્રમે પંકજ જોષી કેરિયર ઇન્સ્ટિટ્યૂટ ખાતે સૌ-પ્રથમવાર સેનામાં જોડવવા માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઘોરણ ૧૨ માં પ્રવેશ મેળવનાર અને સ્નાતક સુધીના, તેમજ ૧૬ થી ૨૫ વર્ષ સુધીના ૨૦૦ થી વધારે યુવાનો તથા યુવતીઓએ ભાગ લીધો હતો.
સેમિનારના વક્તા રામરાજસિહ ચુડાસમા (માજી સૈનિક) એ જણાવ્યું હતું કે સેના માં ભરતી થવા માટે અત્યાર થી કેવી રીતે તૈયારી કરવી જોઈએ, એન.ડી.એ તથા સી.ડી.એસ શું છે અને તૈયારી કેવી રીતે કરવી? ત્યાં નુ જીવનધોરણ કેવું હોય? શું મુશ્કેલીઓ આવે અને શું સુવિધાઓ મળે ? સાથે પોતાનો સંપર્ક નંબર(૯૪૦૮૧૦૬૧૦૬) પણ આપ્યો હતો કે ભવિષ્ય ભારતીય સેનામાં જોડાવા અંગેની કોઈપણ મુશ્કેલી આવે તો ચોવીસ કલાકમાં ગમે ત્યારે સંપર્ક કરી શકો છો અને સાથે તે પણ જણાવ્યું હતું કે દેશની રક્ષા કરવી એ આપણા સૌની ફરજ છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માજી સૈનિક સેવા ફાઉન્ડેશનના જિલ્લા પ્રમુખ મનીષભાઈ વાજા, ભાવનગર શહેર પ્રમુખ સુરેન્દ્રસિંહ રાણા, તથા સેનામાં જવામાટે રસ ધરાવતા ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહયા હતા.

Previous articleપવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સાળંગપુર મંદિરમાં હનુમાન દાદાને બીલીપત્રનો શણગાર કરાયો
Next articleભાવનગર જિલ્લાના તમામ રેશનશોપ સંચાલકોએ ટ્રાન્સપોર્ટેશન ખર્ચ મુદ્દે સરકાર સામે બાંયો ચઢાવી