ભાવનગરમાં ૭૫માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી

448

કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાના હસ્તે ધ્વજવંદન કરાયું સાથે વૃક્ષારોપણ અને વેક્સિનેશન કેમ્પ અને સાંસ્કૃતિક જેવાં વ્યાપક કાર્યક્રમોનું આયોજન કરાયું
ભાવનગર શહેર-જિલ્લામાં ૭૫માં અમૃત મહોત્સવ સ્વાતંત્ર્ય દિનની આન, બાન, શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી આ વર્ષે રાષ્ટ્રીય કાર્યક્રમ સાથે સામાજિક કાર્યક્રમોની બોલબાલા રહેવા પામી હતી. ભાવનગર શહેર તથા જિલ્લામાં આવેલ સરકારી, અર્ધ સરકારી કચેરીઓ તેમજ સરકારી, ખાનગી શાળાઓમાં રાષ્ટ્રીય પર્વ ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના અનોખા માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી ગત વર્ષે કોરોના મહામારી વ્યાપક પ્રસરેલી હોવાને કારણે આ પર્વની ઉજવણી શક્ય બની ન હતી પરંતુ સમગ્ર રાજ્ય માં કોવીડની બીજી લહેર કાબુમાં હોવાનાં કારણે રાજ્ય સરકારે ને લીલી ઝંડી આપી હતી શહેરમાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંત્રી રાદડિયાએ ધ્વજ ફરકાવી ત્રિરંગાને સલામી આપી હતી

તથા પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું આ તકે રેન્જ આઈજી અશોક યાદવ એસ.પી જયપાલસિંહ રાઠૌર ડીવાયએસપી સફીન હસન જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે સહિતના અધિકારીઓ- પોલીસ જવાનોએ પણ સલામી આપી રાષ્ટ્રગાન કર્યું હતું ત્યારબાદ સરકારી શાળાના ભૂલકાંઓ એ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોની કૃતિઓ રજૂ કરી આગંતુકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સાથે મંત્રી રાદડિયાએ વૃક્ષારોપણ કરી માનવ જીવનમાં વૃક્ષો ની મહત્તા વર્ણવી હતી એજ રીતે જિલ્લામાં પણ તાલુકા પંચાયતો,ગ્રામ પંચાયતો તથા નગરપાલિકા કચેરીઓ ખાતે ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં આ વર્ષે રાષ્ટ્રીય પર્વ સાથે સામાજિક કાર્યો પણ મોટી સંખ્યામાં યોજાયા હતા જેમાં કોવિડ વેક્સિનેશન,રક્તદાન કેમ્પ વૃક્ષારોપણ તથા કોરોના મહામારી સંદર્ભે જનજાગૃતિ અંગે ના કાર્યક્રમોએ આ પર્વને યાદગાર બનાવ્યો હતો.

Previous articleમહારાષ્ટ્રમાં પ્રવેશ માટે રસીના બંન્ને ડોઝ અથવા આરટી-પીસીઆર નેગેટિવ જરુરી
Next articleશહેરની રવીન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળામાં મેયર કિર્તીબેન દાણીધારીયાએ તિરંગો લહેરાવ્યો