ભાવનગરમાં ૭૨માં વનમહોત્સવ દિન નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

134

વળીયા આર્ટસ અને પી.આર.મહેતા કોમર્સ કોલેજ,શામળદાસ આર્ટસ કોલેજ, એમ.જે.કોમર્સ કોલેજ આ કાર્યક્રમમાં ભાગ લઈ વૃક્ષારોપણ કર્યુ
૦૩ ગુજરાત એર સ્કવોડ્રન એન.સી.સી. ભાવનગર તેમજ ૦૬ બટાલિયન આર્મી એન.સી.સી ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ ૧૪/૦૮ના રોજ ભાવનગર કેળવણી મંડળ સંચાલિત વળીયા આર્ટસ અને પી.આર.મહેતા કોમર્સ કોલેજ, અને એમ.કે.ભાવનગર યુનિવર્સીટી સંલગ્ન એમ.જે.કોમર્સ કોલેજ, શામળદાસ આર્ટસ કોલેજ ભાવનગરમાં ૦૩ ગુજરાત એર સ્કવોડ્રન એન.સી.સી. વિંગ કમાન્ડર કે.વી.શ્રીનિવાસનના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના ૭૨માં વન મહોત્સવ દિન નિમિત્તે એન.સી.સી. કેડેટ્‌સ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ, વિંગ કમાન્ડર કે.વી.શ્રીનિવાસન અને શામળદાસ આર્ટસ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ.જયવંતસિંહ ગોહિલે એન.સી.સી. ના કેડેટ્‌સને વૃક્ષારોપણનું મહત્વ અને તે સંદર્ભિત પ્રાકૃતિક મુલ્યનંહ જતન કરવા અંગે અસરકારક માહિતી આપેલ, જેમાં વન અને પર્યાવરણ વિભાગના આર.એફ.ઓ. શ્રી હરપાલસિંહ ગોહિલ, ફોરેસ્ટર ક્રિપાલસિંહ ગોહિલ, તેમજ ઉપરોક્ત ત્રણેય સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય પ્રા.હરેશભાઈ.જોશી, ડૉ.જે.બી.ગોહિલ સાહેબ, ડૉ.બી.એચ.પટેલ, સાહેબ તેમજ એરફોર્સ એન.સી.સી યુનીટનો પી.આઈ. સ્ટાફ પણ ઉપસ્થિત રહેલ,એરવિંગ એન.સી.સી. ના ૮૦ કેડેટ્‌સ, શામળદાસ એન.સી.સી. આર્મી યુનિટના ૫૦ કેડેટ્‌સ અને એમ.જે.કોમર્સ કોલેજના આર્મી યુનિટના ૫૦ કેડેટ્‌સ આ કાર્યમાં જોડાયેલ, સાથે શામળદાસ કોલેજના આર્મીના એન.ઓ. કેપ્ટન સુમરા તેમજ વળીયા કોલેજના એરવિંગ એન.સી.સી. એન.ઓ. ફ્લાઈંગ ઓફિસર ડૉ.વી.બી.ગોહિલ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ.

Previous articleવડવાના કામનાથ મહાદેવ મંદીરમાં શ્રાવણ માસ નિમિત્તે હિંડોળા દર્શન
Next articleસોમનાથના વિવિધ પ્રોજેક્ટનું મોદીએ લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યુ