ભાવનગર એસ.ટી. ડીવીઝન દ્વારા ભાવનગર-સુરત સ્લીપર કોચનો પ્રારંભ

1944
bvn23418-9.jpg

ભાવનગરથી સુરત જવા તથા આવવા માટે લાંબા સમયથી પ્રવાસીઓ સારી એસ.ટી. બસની માંગ કરી રહ્યાં હતા. આ રૂટ પર તંત્રને મોટીસંખ્યામાં ટ્રાફિક પણ મળી રહ્યું હોય અને હાલ વેકેશનનો માહોલ હોય ભીડ વધુ રહેતી હોય જેને લઈને આજથી ભાવનગર એસ.ટી. ડીવીઝન દ્વારા નવીનક્કોર સ્લીપર બસ સેવાનો પ્રારંભ કર્યો છે. આ બસ રાત્રે ૯-૦૦ કલાકે ભાવનગર ડેપો ખાતેથી ઉપડી વાયા ધોલેરા, તારાપુર, વડોદરા થઈ વહેલી સવારે પ-૦૦ કલાકે સુરત પહોંચશે. એ જ રીતે સુરતથી પણ રાત્રે ૮-૦૦ કલાકે સ્લીપર બસ આજ રૂટ પર ભાવનગર પરત ફરશે. આ સ્લીપર કોચનું ભાડુ ૩પ૦ રૂા.રાખવામાં આવ્યું છે. આ સેવાનો મહત્તમ લાભ લેવા એસ.ટી. તંત્ર દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.