હોલમાર્કિંગ યુનિક IDના વિરોધમાં સોની વેપારીઓની હડતાળ, ભાવનગરની સોની બજાર સજ્જડ બંધ રહી

157

HUID ફરજિયાત કરાતા સોની વેપારીઓએ વિરોધ વ્યકત કર્યો
ઓલ ઇન્ડિયા જ્વેલર્સ એસોસિએશનના એલાનને સમર્થન આપવા આજે ભાવનગર શહેરની તમામ જ્વેલર્સોની દુકાનોએ બંધ પાળી રોષ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા સોનાના દાગીના ઉપર બીઆઇએસ-હોલમાર્કીંગ નિયમ ફરજીયાત કરવામાં આવ્યો છે દરેક જ્વેલરી મેન્યુફેક્ચરે દરેક સોનાના ઘરેણા પર હોલમાર્કીંગ યુનિક આઇડી નંબર નોંધાવો પડશે. તેના વિરોધમાં ભાવનગર શહેરના તમામ સોની વેપારીઓએ એક દિવસીય પોતાના વેપાર ધંધા બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો.
આ બંધમાં ભાવનગરના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશન, વોરા બજાર ચોકસી મંડળ, ભાદેવાની શેરી સુવર્ણકાર એસો., પિરછલ્લા શેરી સુવર્ણકાર એસો. તથા શેરડીપીઠનો ડેલો સુવર્ણકાર એસો.ના તમામ સભ્યો આ હડતાલમાં જોડાયા હતા અને પ્રમુખ, ઉપપ્રમુખ સહીતનાઓએ મીડીયા સમક્ષ પોતાનો વિરોધ પણ દર્શાવ્યો હતો. ભાવનગરના સોની વેપારીઓએ બંધ રાખતા તેની સીધી અસર જોવા મળી હતી. આગામી દિવસોમાં આ બાબતે યોગ્ય ઉકેલ નહીં આવે તો સોની વેપારીઓ લડી લેવાના મૂડમાં છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આદોલન કરશે તેમ જાણવા મળ્યું છે.સોની વેપારી માનસિંગ ચૌહાણએ જણાવ્યું હતું કે આ એક દિવસીય હડતાલ પાડવામાં આવી છે, એચયુઆઈડી નો નવો કાયદો કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે તેનો વિરોધ કરી સરકાર આ કાયદો પાછો ખેંચ તેવી માંગ કરીએ છીએ, આ કાયદો વેપારીઓને નુકસાન કરે તેવો છે, અમે હોલ માર્ક અને દાગીના ગુણવત્તા જાળવવા તૈયાર છીએ, પરંતુ ખોટી રીતે હેરાનગતિ કરી અધિકારી રાજ આવવાનું છે, સારા કાયદાનો કયારે વિરોધ કરતા નથી, પરંતુ આ કાયદામાં દરેક વ્યક્તિ અને વેપારીમાટે નુકસાન કારક છે.

Previous articleગરીબ કલ્યાણ હેઠળ ૧.૨૫ લાખ કાર્ડ ધારકોને પાંચમી સુધી અન્ન અ૫ાશે
Next articleભાલના કાળા તળાવ નજીક બોલેરો અને રિક્ષા વચ્ચે ટક્કર થતા એકનું ઘટનાસ્થળે જ મોત, એકની હાલત ગંભીર