નહેરુ યુવા કેન્દ્ર -ભાવનગર દ્વારા આઝાદી દોડ કાર્યક્રમનું કરાયેલું આયોજન

513

ભારત સરકાર ના યુવા કાર્યકર્મ અને ખેલ મંત્રાયલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર ભાવનગર દ્વારા આઝાદી દોડ નું ભવ્ય આયોજન કરેલ હતું .આ કાર્યકર્મ તાઃ૨૧/૦૮/૨૦૨૧ ને સવારે ૭ :૦૦ કલાકે કાળીયાબીડ પાણી ની ટાકી થી ગઢેચી વડલા સુધી નું આયોજન કરેલ . આ દોડ માં ૮૫ યુવાનો દોડ સ્પર્ધા માં ભાગ લીધેલ હતો. આ કાર્યકર્મ અંતર્ગત યુવાનો દ્વારા તથા આમંત્રિત મહેમાનો ,દ્વારા રાષ્ટ્રગાન કરેલ અને નહેરુ યુવા કેન્દ્ર ના જીલ્લા અધિકારી સાહેબ શ્રી ભુપેન્દ્રસિંહ ગીલ દ્વારા આમંત્રિત મહેમાનો નું સ્વાગત કરેલ . આ સમયે નેહરુ યુવા કેન્દ્રના સ્ટેટ ડાયરેક્ટર શ્રીમતી માનસીબેન શાહ, ભાવનગર મહાનગરપાલિકા મેયર શ્રીમતી કીર્તિબેન દાણીધરિયા, તેમજ રમતવીર રવિરાજસિંહ સરવૈયા ,વગેરે ઉપસ્થિત રહેલ અને નેહરુ યુવા કેન્દ્ર ભાવનગર દ્વારા મેરેથોન દોડ યોજાઇ જેમાં દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું. જેમાં ભારત ની આઝાદી ને ૭૫ વર્ષ પૂર્ણ થયા છે જેને લઇ યુવાનો માં રમત-ગમત અને શારીરિક વિકાસ થાય તે હેતુ યુવાનો ને દોડ સ્પર્ધા નું આયોજન કરી “આઝાદી દોડ ” કાર્યકર્મ નું આયોજન કરેલ છે .જેમાં નહેરુ યુવા કેન્દ્ર ભાવનગર ના અધ્યક્ષતા માં સફળ આયોજન થયેલ હતું..તથા આ કાર્યક્રમ માં નહેરુ યુવા કેન્દ્ર ના જીલ્લા અધિકારી સાહેબ શ્રી ભુપેન્દ્રસિંહ ગીલ ,સાહેબ શ્રીસાગરભાઈ કાપડિયા ,તાલુકા ના એન.વાય.વી.,એ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવેલ હતો. તેમજ આ સમગ્ર કાર્યક્મ સરકાર ની કોરોના ની માર્ગદર્શિકા અનુસાર કરવા માં આવેલ હતો.

Previous articleસાળંગપુર હનાનજીદાદા ને મહાદેવનો શણગાર અને અમરનાથ ગુફા દર્શનનો શણગાર કરાયો
Next articleરાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા ભાવનગર જિલ્લામાં હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી