નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી

604

રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી પોલીસ કર્મચારીને રક્ષા બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી ” મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ના રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે તા.૨૧-૦૮-૨૦૨૧ ને શનિવાર ના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વનું અનેરૂ મહત્વ છે. આ દિવસે બહેન પોતાના ભાઈને કાંડે રક્ષા બાંધી તેના દીર્ધ આયુ માટે પ્રાર્થના કરતી હોય છે.ભારતીય સંસ્કૃતિ ની પરંપરામાં આ પર્વનું અનેરૂ મહત્વ છે. નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર દ્વારા શનિવાર ના રોજ કોરોનાની પરિસ્થિતિમાં પણ પોતાની સેવા આપનાર પોલીસ કર્મચારીને રક્ષા બાંધી ને આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશન અને બી.ડીવીઝન પોલીસ સ્ટેશન ના પોલીસ અધિકારી અને કર્મચારીઓને આ કાર્યક્રમમાં રક્ષા બાંધવામાં આવી હતી.

Previous articleરાષ્ટ્રીય રાજપૂત કરણીસેના દ્વારા ભાવનગર જિલ્લામાં હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી
Next articleસિહોર GIDC વિસ્તારમાંથી ૩ દેશી કટ્ટા, ૨ પિસ્ટલ, ૭ કાર્ટિસ સાથે બે શખ્સો ઝડપાયા