રેલ્વેના જીએમ આલોક કંસલ દ્વારા ભાવનગર ડિવીઝનમાં ચાલતા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરાયું

411

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે તા. ૨૪ ઓગસ્ટ થી ૨૬ ઓગસ્ટ સુધી ૩ દિવસ ભાવનગર ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમ્યાન સ્ટડી કમિટી તથા પાર્લિયામેન્ટ્રી કમિટી સાથે બેઠક કરવામાં આવી. જનરલ મેનેજર શ્રી કંસલે ભાવનગર સ્ટેશન પર ઉપલબ્ધ પેસેન્જર સુવિધાઓનું આંકલન કર્યુ હતું. જનરલ મેનેજર કંસલે ભાવનગર સ્ટેશન પર ઉપલબ્ધ પેસેન્જર સુવિધાઓનું આંકલન કર્યુ હતું. તેમણે પ્લેટફોર્મ પર પેસેન્જર વેઇટિંગ રૂમ, સ્ટેશન ઉપર યાત્રિયો માટે ઉપલબ્ધ પીવાણુ પાણીનું નિરીક્ષણ કર્યું અને પ્લેટફોર્મ પર વર્તમાનમાં ચાલી રહેલા વિકાસકાર્યોની ઝીણવટથી આંકલન કર્યું. શ્રી કંસલ એ ભાવનગરમાં આવેલા ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં ૧ નવનિર્મિત ઓક્સીજન જનરેશન પ્લાંટ અને નવનિર્મિત પેથોલોજી ટેસ્ટીંગ લેબનું ઉદ્દઘાટન કર્યું. જેનાથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓને સતત ઓક્સીજનનો સપ્લાય મળતો રહેશે તેમજ તેમને ટેસ્ટ માટે બહાર જવું પડશે નહીં. હોસ્પિટલમાં હાજર સુવિધાઓનું વિસ્તાર પૂર્વક નિરીક્ષણ કર્યું. હોસ્પિટલના તમામ કર્મચારીઓ, ડોક્ટરો તેમજ નર્સોને મળ્યા અને વાતચીત કરી. હોસ્પિટલમાં અન્ય સુવિધાઓનું પણ ઉદ્દઘાટન કર્યું. જનરલ મેનેજર મહોદયશ્રી એ રેલવે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે મુલાકાત કરી, તેમની તબિયત પૂછી અને ઉપલબ્ધ સુવિધાઓ વિષે પણ પૂછપરછ કરી. તમામ દર્દીઓએ મળતી સુવિધાઓના વખાણ કર્યા અને સંતોષ વ્યક્ત કર્યો. સાથે જ, હોસ્પિટલના લેબ સ્ટાફને ૧૦૦૦૦ અને ઓક્સિજન પ્લાન્ટના સ્ટાફને ૧૫૦૦૦ ના રોકડ ઈનામની જાહેરાત પણ કરી. ડિવિઝનલ રેલવે હોસ્પિટલમાં જનરલ મેનેજરશ્રી આલોક કંસલ, ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી મનોજ ગોયલ તેમજ એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી સુનિલ આર. બારાપાત્રે અને મુખ્ય ચિકિત્સા અધીક્ષક ડો. સુબોધ કુમાર વૃક્ષારોપણ પણ કર્યું. ત્યાર પછી જનરલ મેનેજર મહોદયશ્રી એ બ્રાંચ ઓફિસર સાથે બેઠક કરી જેમાં તેમણે આવશ્યક યોગ્ય નિર્દેશ પણ આપ્યા. આના પછી ટ્રેડ યુનિયન અને એસોસિએશનના સભ્યો સાથે બેઠક કરવામાં આવી જેમાં તેમની માંગણીઓ સાંભળી અને યોગ્ય કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું.

Previous articleશહેરમાં નાગ પંચમીની આસ્થાભેર ઉજવણી
Next articleરેલવે સલામતીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ભાવનગર મંડલના ૨ કર્મચારીઓનું સન્માન કર્યું