ગેરકાયદેસર બે દેશી જામગરી સાથે એક ઇસમને ઝડપી લેતી પોલીસ

192

એલ.સી.બી. સ્ટાફનાં માણસો વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન હેડ કોન્સ.,અનિરૂધ્ધસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે, રાજન સુલેમાન નથવાણી ચમારડી ગામની સીમમા માલુભા દરબારની હોટલની પાછળ વાડી વિસ્તારમાં ગેરકાયદેસર જામગરી બંદુક રાખી ઉભેલ છે.જે ચોક્કસ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં રાજન સુલેમાન નથવાણી જાતે. ડફેર ઉ.વ.૩૫ રહે. મુળ ગામ વંથલી દેશી જામગરી બંદુક નંગઃ-૦૨ સાથે મળી આવેલ. તેની પાસે આ જામગરી અંગે કોઇ પરવાનો નહિ હોવાથી તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી થવા માટે તેને હસ્તગત કરી વલ્લભીપુર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.વી.વી. ઓડેદરા,પોલીસ ઇન્સ. એન.જી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદાનભાઇ લાંગાવદરા, બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા તથા હારિતસિંહ ગોહીલ વિગેરે માણસો જોડાયા હતાં.

Previous articleસોનગઢ પો.સ્ટે.ખાતે બનાવાયેલ મિયાવાકી વન, પ્રવેશદ્વારનું લોકાર્પણ
Next articleરકુલ પ્રિત સિંહે આયુષ્માન ખુરાના સાથે શૂટિંગ શરૂ કર્યું