ગુંદા ગામે બેવડી હત્યા કરનાર શખ્સના ૩ દિવસના રિમાન્ડ મંજુર

233

પત્ની અને ભાભીની હત્યા કરનાર શખ્સ પોલીસ પકડથી બચવા ગામ સિમાડે ખારામાં ભટકતો હતો
રાણપુર તાલુકાના ગુંદા ગામે થોડા દિવસ પુર્વે પત્ની અને ભાભીની કરપીણ હત્યા કરનાર ભીખુભાઈ ડોડીયા ના ૩ દિવસના રીમાન્ડ મંજુર.સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ગામે રહેતા હરદેવસિંહ મોબતસંગ પરઘવી એ રાણપુર પોલીસ મથકમાં રાણપુર તાલુકાના ગુંદા ગામે રહેતા ભીખુભાઈ સુરસંગભાઈ ડોડીયા સામે ફરીયાદ નોંધાવી હતી કે તેના બેન ધીરજબેન રણજીતસિંહ ડોડીયા સાથે ૩૦ વીઘા જમીન પોતાના નામે કરાવી લેવા બાબતે તેના દિયર ભીખુભાઈ ડોડીયાએ ઝગડો કરી ધીરજબેન સાથે બોલાચાલી કરી આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા.આ સમય દરમ્યાન ભીખુભાઈ ના પત્ની હર્ષાબેન જેઠાણી ને બચાવવા વચ્ચે પડતા ભીખુભાઈ ડોડીયા એ તેના પત્ની હર્ષાબેન ને પણ છરીના ઘા મારી બંનેની હત્યા કરી નાસી છુટ્યો હતો.ઉપરોક્ત ફરીયાદ અનુસંધાને રાણપુર પોલીસે આઈપીસી ૩૦૨,૨૦૧, અને જીપી એક્ટ ૧૩૫ મુજબ ગુનો દાખલ કરી પી.એસ.આઈ-જી.ડી.કાલીયા સહીત પોલીસ સ્ટાફે મળેલ બાતમી આધારે પત્ની અને ભાભી હત્યા કરનાર ભીખુભાઈ સુરસંગભાઈ ડોડીયા ને ગામ સીમ વિસ્તારમાંથી દબોચી લઈ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ધરપકડ કરી હતી.જ્યારે પોલીસે શખ્સના કબ્જામાંથી બાઈક કબ્જે લીધુ હતુ.આ દરમ્યાન રાણપુર પોલીસે શુક્રવારે રિમાન્ડની માંગણી સાથે ભીખુભાઈ ડોડીયાને કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે બેવડી હત્યા કરનાર શખ્સના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.

Previous articleનંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરાઈ
Next articleઆગામી ભાદરવી અમાસને લઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડ સોમવારના રોજ બંધ રહેશે