રોનાલ્ડો ફૂટબૉલમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બન્યો

105

લિસ્બન,તા.૪
દિગ્ગજ ફૂટબૉલ ખેલાડીઓમાં સામેલ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ નવો વર્લ્‌ડ રેકોર્ડ બનાવ્યો છે. તે ઇન્ટરનેશનલ ફૂટબૉલમાં સૌથી વધારે ગોલ કરનાર ખેલાડી બની ગયો છે. વર્લ્‌ડ કપ ક્વૉલિફાયરના એક મુકાબલામાં તેણે આયરલેન્ડ સામે બે ગોલ કરીને આ સિદ્ધિ મેળવી છે. ટીમે આ મુકાબલો ૨-૧થી જીતી લીધો છે. આ સાથે રોનાલ્ડોના ૧૧૧ ગોલ થઈ ગયા છે. રોનાલ્ડોએ ઈરાનના અલી દેઈને પાછળ છોડી દીધો છે. તેના નામે ૧૦૯ ગોલનો રેકોર્ડ હતો. અન્ય કોઈ ફૂટબૉલ ખેલાડી ૧૦૦ ગોલના આંકડા સુધી નથી પહોંચી શક્યા. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની હંમેશા લિયોનેલ મેસી સાથે સરખામણી કરવામાં આવે છે. પરંતુ રેકોર્ડ પર નજર કરીએ તો મેસીએ રોનાલ્ડોના રેકોર્ડ સુધી પહોંચવા માટે લાંબી સફર ખેડવાની છે. મેસીએ ૧૫૧ મેચમાં ૭૬ ગોલ કર્યા છે. ૩૬ વર્ષીય ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ યૂરો ૨૦૨૦ દરમિયાન ઈરાનના અલી દઈના સૌથી વધારે ગોલના રેકોર્ડની બરાબરી કરી હતી. રોનાલ્ડોએ બંને ગોલ હેડથી કર્યાં હતાં. જે બાદમાં ૮૮ મિનિટ સુધી મેચમાં પાછળ ચાલી રહેલી પોર્ટુગીઝની ટીમની રોમાંચક જીત થઈ હતી. મેચની ૪૫મી મિનિટે આયરલેન્ડના જૉન ઈગને ગોલ કરીને ટીમને ૧-૦થી બઢત આપી હતી. ૮૮ મિનિટ સુધી આ જ સ્કૉર રહ્યો હતો. ૮૯મી મિનિટે કિસ્ટિયાનો રોનાલ્ડોએ પ્રથમ ગોલ કર્યો હતો. ગોલ સાથે જ સ્કોર ૧-૧ થઈ ગયો હતો. ઇન્જરી ટાઇમ -૯૦ ૬મં તેણે બીજી ગોલ કરીને ટીમને ૨-૧થી જીત અપાવી હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ઇન્ટરનેશનલ ગોલની વાત કરીએ તો તેણે સૌથી વધારે ૩૩ ગોલ વર્લ્‌ડ કપ ક્વૉલિફાયરમાં કર્યાં છે. આ ઉપરાંત ૩૧ ગોલ યૂરોપિયન ચેમ્પિયનશિપ ક્વૉલિફાયરમાં, ૧૯ ગોલ ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી મેચમાં, ૭ ગોલ વર્લ્‌ડ કપમાં, ૫ ગોલ યૂએફા નેશન્સ લીગમાં, ૨ ગોલ કનફેડરેશન કપમાં કર્યા છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ૧૮૦ મેચમાં ૧૧૧ ગોલ કરી ચૂક્યો છે. આર્જેન્ટિનાનો લિયોનેલ મેસીની હંમેશા ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સાથે સરખામણી કરવામાં આવે છે. મેસીના ઇન્ટરનેશનલ કરિયરની વાત કરવામાં આવે તો તેણે ૧૫૧ મેચમાં ૭૬ ગોલ કર્યા છે.
એટલે કે તે રોનાલ્ડોથી ૩૫ ગોલ પાછળ છે. રોનાલ્ડો સુધી પહોંચવા માટે મેસીએ હજુ લાંબી સફર ખેડવાની છે. ભારતના સુનીલ છેત્રી ૭૪ ગોલ સાથે ૧૨મા નંબર પર છે. રોનાલ્ડો ગત દિવસોમાં ઇંગ્લિશ ક્લબ માન્ચેસ્ટર યૂનાઇટેડ સાથે ફરીથી જોડાયો છે.

Previous articleકોઈનો ગુસ્સો મારા પર ન ઉતારો : અંકિતા લોખંડે
Next articleવડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રમાં ઉપસ્થિત રહેશે