શહેરમાં ફાયરસેફ્ટી વિહોણી વધુ ૪ હોસ્પિટલોને નોટિસ ફટકારતુ ફાયરબ્રિગેડ

153

શહેરમાં આવેલી ત્રણ ફાયરસેફ્ટી વિહોણી હોસ્પિટલોને કારણ દર્શક નોટિસો ફટકાર્યા બાદ આજરોજ વધુ ચાર હોસ્પિટલોને ફાયરબ્રિગેડ દ્વારા નોટિસ આપતાં ચકચાર મચી જવા પામી છે.ભાવનગર શહેરમાં આવેલી મોટાભાગની ખાનગી હોસ્પિટલો દર્દીઓ પાસેથી સારવારના નામે બારેમાસ રૂપિયા ની ટંકશાળ પાડે છે પરંતુ આજ દર્દીઓ ની સેફ્ટી માટે કંજુસાઈ કરે છે કરોડોના ખર્ચે અદ્યતન બિલ્ડિંગો બાંધી સારવારના નામે વર્ષ દહાડે કરોડીની કમાણી કરતાં તબીબો, હોસ્પિટલ સંચાલકો આપાતકાલિન સમયે લોકો ના જીવ બચાવવા માટે અત્યંત જરૂરી એવી ફાયરસેફ્ટી અંગે ની યોગ્યતમ વ્યવસ્થાઓ મુદ્દે કાવડીયા ખર્ચવામાં પીછેહઠ કરે છે થોડા સમય પૂર્વે ભાવનગર ફાયરબ્રિગેડન દ્વારા આવી ફાયરસેફ્ટી વિહોણી હોસ્પિટલો વિરુદ્ધ તવાઈ બોલાવી નઘરોળ દાક્તરો,તથા હોસ્પિટલ સંચાલકોને શિસ્તબદ્ધ- લાઈનસર બનાવવા ધનિષ્ઠ કામગીરી આદરી હતી પરંતુ સમય સાથે કામગીરી માં ઓટ આવી હતી હવે ફરી આ મુદ્દે ફાયરતંત્રે કડક રૂખ અખત્યાર કરી અધૂરી છોડેલી કામગીરી શરૂ કરતાં ધનકુબેર જેવાં ડોક્ટરો,હોસ્પિટલ સંચાલકોના પેટ માં ફાળ પડી છે અને ફાયરસેફ્ટી મુદ્દે દોડતાં થયા છે આમ છતાં પેધી ગયેલ ડોક્ટરો,સંચાલકો ના પેટનું પાણી ન હલતા તંત્ર દ્વારા કાયદાનું અંતિમ અને અમોઘ શસ્ત્ર ઉગામ્યુ છેઆજરોજ ભાવનગર મહાનગરપાલિકા ના ફાયરફાયટર દ્વારા શહેરની ચાર હોસ્પિટલોને અંતિમ નોટિસ ઈસ્યુ કરી દિવસ પાંચ ની આખરી મહેતલ આપવામાં આવી છે જેમાં શહેરના આરટીઓ રોડ સ્થિત ચંદારાણા કોમ્પલેક્ષ માં આવેલ સ્પર્શ ડેન્ટલ કેર ડોક્ટર જીજ્ઞેશ મહેતા, દિયા મેટરનીટી હોસ્પિટલ ડોક્ટર વિપુલ તેજાણી,સ્પંદન હોસ્પિટલ ડોક્ટર, જીજ્ઞેશ ટાક તથા ચિરંજીવી જનરલ હોસ્પિટલ એન્ડ પ્રસુતિ ગૃહ ડોક્ટર હરપાલસિંહ રાણા ના નામે નોટિસો ફટકારવામાં આવી છે.

Previous articleધંધુકા-બગોદરા રોડ પર બસ પલ્ટી ખાતા ૩૫ મુસાફરોને ઈજા
Next articleબજરંગદાસ બાપા આરોગ્યધામમાં યોજાયેલ નિદાન કેમ્પમાં ૮૫૦ દર્દીઓએ લાભ લીધો