વલ્લભીપુર તાલુકાની એ.પી.એમ.સી.ની ચૂંટણીમાં સવારથી મતદાનનો પ્રારંભ

113

વલ્લભીપુર તાલુકાની એ.પી.એમ.સી.ની ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં વરસાદી વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું છે. કુલ ૩૧ મંડળીના ૧૮ ઉમેદવારો વચ્ચે યોજાયેલા મતદાનમાં ૩૭૯ વ્યવસ્થાપક મતદારો નોંધાયેલા છે. જ્યારે સહકારી સંઘના ૩ ઉમેદવારોને ચૂંટવા માટે ૭૧ મતદારો નોંધાયા છે. વલ્લભીપુર પોલીસ સ્ટે.ની બાજુમાં, સન્યાસ આશ્રમ ખાતે મતદારોના ભારે ઉત્સાહ વચ્ચે બે બુથ ઉપર શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. ૭૧ મતદારો પૈકી ૫૦ મતદારોએ સવારે ૧૧ વાગ્યા સુધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે જ્યારે ૩૭૯ મતદારો પૈકી ૧૯૦ મતદારોએ સવારે ૧૧ વાગ્યા સુધીમાં મતદાન કર્યું હતું. આવતીકાલે શુક્રવારે સવારે મતગણના યોજાશે.

Previous articleઆનંદો..ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફલો
Next articleકેવડા ત્રીજની ઉજવણી