રાણપુરના ખસ ગામેથી ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઝબ્બે

10

બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્રારા સમગ્ર જીલ્લામાં દારૂની બદી ને નેસ્ત નાબુદ કરવાની સુચના આપવામાં આવેલ હોય જે ને લઈ બોટાદ ન્ઝ્રમ્ એ રાણપુર તાલુકાના ખસ ગામેથી રહેણાકી મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી ઈગ્લીશ દારૂની બોટલો સાથે ૧ ઈસમને ઝડપી લીધો હતો. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ બોટાદ ન્ઝ્રમ્ પી.આઈ-એ.બી.દેવધા તથા છજીૈં વનરાજભાઈ બોરીચા, ભગીરથસિંહ લીંબોલા, બળદેવસિંહ લીંબોલા, જયપાલસિંહ ચુડાસમા સહીત ન્ઝ્રમ્ પોલીસ સ્ટાફ રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાણપુર તાલુકાના ખસ ગામ નજીક પહોંચતા બાતમી મળેલ કે ખસ ગામે રહેતા રણજીતભાઈ નાગરભાઈ મકવાણા એ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખેલ છે.જે બાતમી ને આધારે બોટાદ ન્ઝ્રમ્ એ ખસ ગામે રણજીતભાઈ નાગરભાઈ મકવાણા ના રહેણાકી મકાનમાં રેઈડ પાડતા પોલીસ ને ઈંગ્લીશ દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ રેઈડ દરમ્યાન પોલીસ ને રોયલ સ્ટેગ બેરલ સીલેક્ટ ,ડી.એસ.પી.બ્લેક ડીલક્ષ,મેજીક મોમેન્ટ સ્મુથ ફ્લેવર,એઈટ પી.એમ.સ્પેશ્યલ કંપનીની ૫૦ એમ એલ.ની ૬૪ બોટલ કીંમત ૨૩,૩૯૦ તથા ૧૮૦ એમ.એલ.ની ૪૮ બોટલ કીંમત ૪,૮૦૦ તથા ૯૦ એમ.એલ.ની ૨૦૦ બોટલ કીંમત ૧૦,૦૦૦ મળી કુલ ૩૮,૧૯૦ રૂપિયાના મુદ્દામાલ સાથે રણજીતભાઈ નાગરભાઈ મકવાણા ને ઝડપી લઈ તેના વિરૂધ્ધ પ્રોહીબેશન હેઠળ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ ન્ઝ્રમ્ પી.આઈ-એ.બી.દેવધા ચલાવી રહ્યા છે.