બિઝનેસ સેન્ટરના પાર્કિંગમાંથી ચોરેલા ચાર બાઈક સાથે “ભાયો” ઝડપાયો

120

ભાવનગર શહેર મધ્યે આવેલ એકમાત્ર બિઝનેસ સેન્ટરના પાર્કિંગ ને ટાર્ગેટ કરી પાંચ મહિનામાં ચાર બાઈકની ચોરી કરનાર બાઈક ચોર “ભાયા” ને લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તેના ઘરેથી મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.છેલ્લા કેટલાક સમયથી શહેરના વાણીજ્ય એકમ એવા હેવમોર ચોક સ્થિત બિઝનેસ સેન્ટરના પાર્કિંગ માથી અવારનવાર મોંઘીદાટ બાઈકોની ચોરીના વ્યાપક બનાવો બનતા પોલીસ તંત્રની નીંદર હરામ થઇ ગઈ હતી જે અંગે એલસીબી ની ટીમે ખાસ ટીમ બનાવી વાહન ચોરીના બનાવો પર ફોકસ કર્યું હતું જેમાં ચોક્કસ ટેકનિકલ માધ્યમો અને વિશેષ બાતમીદારો ની મદદ વડે શહેરના ગાયત્રીનગર પાસે આવેલ નિલકંઠનગરમાં પ્લોટ નં-૫૬૦૯ માં રહેતાં રોહિત ઉર્ફે ભાયો રાજેન્દ્ર ગોહિલ ઉ.વ.૨૪ ના ઘરે રેડ કરતાં તેનાં કબ્જા તળેથી અલગ અલગ ચાર બાઈકો મળી આવતા આ બાઈકોના દસ્તાવેજ-કાગળો માંગતા શખ્સ યોગ્ય દસ્તાવેજ કે સંતોષકારક જવાબ ન આપી શકતાં આ શખ્સને એલસીબી કચેરીએ લાવી કાયદાના અસ્સલ અંદાજમાં પુછપરછ હાથ ધરતા શખ્સ ભાંગી પડ્યો હતો અને છેલ્લા પાંચ માસ દરમ્યાન શહેરના બિઝનેસ સેન્ટરના પાર્કિંગ માં પાર્ક કરેલ ચાર બાઈક ચોરીની કબૂલાત આપતાં પોલીસે ચાર બાઈક કિંમત રૂ.૧,૪૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આરોપી નો કબ્જો ભરતનગર પોલીસને સોંપ્યો હતો જયાં ભરતનગર પોલીસે આરોપીના કોર્ટમાં રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

Previous articleસેન્સેક્સમાં ૬૯ અને નિફ્ટીમાં ૨૫ પોઈન્ટનો ઊછાળો નોંધાયો
Next articleગણપતિ બાપાના જયઘોષ સાથે પાંચમા દિવસે શ્રીજીનું વિસર્જન કોળીયાકના દરિયામાં કરવામાં આવ્યું