પ્લાસ્ટીક કચરાનો અંત વિષય પર બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

1359
bvn27418-5.jpg

ગુજરાત સરકારના વિજ્ઞાન વિભાગના પેટા વિભાગ ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા સંવર્ધિત અને કલ્યાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ, ભાવનગર પ્રેરિત કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષયને જીલ્લાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરના લોકોને વિજ્ઞાનાભિમુખ કરવાના ઉમદા હેતુથી ૧૫ વર્ષથી વર્ષ દરમ્યાન અનેકવિધ કાર્યક્રમો દ્વારા કાર્યરત છે. પર્યાવરણ અને પૃથ્વીની જાળવણી માટે લોક જાગૃતિ લાવવાના હેતુથી કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, ભાવનગર અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, ભવનાગર ના સંયુક્ત ઉપક્રમે તા. ૨૨ એપ્રિલ, ૨૦૧૮ને રવિવારના રોજ શ્રી વિદ્યાવિહાર માધ્યમિક શાળાના ખાતે આ વર્ષની થીમ “પ્લાસ્ટિક કચરાનો અંત” વિષય પર ચિત્ર સ્પર્ધાના આયોજન દ્વારા વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરવામાં આવેલ. આ સ્પર્ધા વિદ્યાવિહાર માધ્યમિક શાળાના કુલ બે વિભાગોમાં યોજવામાં આવેલ. બંને વિભાગમાં પસંદગી પામેલ પ્રથમ ત્રણ એમ કુલ ૬ વિધાર્થીઓને પ્રથમ ક્રમાંકને રૂ઼.૫૦૧/-, દ્વિતીય ક્રમાંકને રૂ઼.૩૦૧/- અને તૃતીય ક્રમાંકને રૂ઼.૨૦૧/- રોકડ પુરસ્કાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલ. જેમાં પ્રથમ ગ્રુપમાં અનુક્રમે જાની દેવાંગીબેન, મોરડિયા દીપલબેન અને માંગુકિયા અંકિતાબેન તથા દ્વિતીય ગ્રુપમાં અનુક્રમે પંડીત દિશાબેન, ચાવડા દ્રષ્ટિબેન, અને મકવાણા માયાબેન વિજેતા થયેલ. તથા ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવમ આવેલ.