ડી.જે.ના તાલ સાથે રાણપુર શહેરમાં ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા નિકળી

318

સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.ત્યારે અનંત ચતુર્થીના દિવસે બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.ટેક્ષપીન બેરીંગ કંપની,ઇસ્ઁ બેરીંગ કંપનીના માલીક દ્રારા ગણેશ સ્થાપન કરવામાં આવ્યુ હતુ.દસ દિવસ સુધી દરોજ પુજા,આરતી સહીતના અલગ-અલગ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.જ્યારે આજે અનંત ચતુર્થીના દિવસે દેશભર માં ગણેશ વિસર્જન કરવામાં આવે છે ત્યારે રાણપુરની વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપની અને ઇસ્ઁ બેરીંગ કંપની દ્રારા આજરોજ ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક ભુપેન્દ્રભાઈ મકવાણા, દિપેનભાઈ મકવાણા,વિશાલભાઈ મકવાણા તથા મકવાણા પરિવારની હાજરીમાં ગણેશ વિસર્જનની શોભાયાત્રા કંપનીમાં આરતી કરી કંપનીના પરીસરમાં વિસર્જન યાત્રા ડી.જે.ના તાલ સાથે નિકળી હતી.આ વિસર્જન યાત્રામાં ટેક્ષપીન બેરીંગ કંપનીના માલીક સહીત કર્મચારીઓ વિસર્જન યાત્રામાં જોડાયા હતા.જ્યારે ઇસ્ઁ બેરીંગ કંપનીના માલીક રાજેન્દ્રકુમાર મકવાણા,મિતેનભાઈ મકવાણા દ્રારા ઇસ્ઁ બેરીંગ કંપનીમાં ગણેશ સ્થાપના કરી હતી.દસ દિવસ આરતી,પુજા કરી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આજે અનંત ચતુર્થી ના રોજ ગણેશ વિસર્જનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.જ્યારે રાણપુરની પારેખફળીમાં પણ ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ.દસ દિવસ આરતી,પુજા,અન્નકુટ,મહા આરતી સહીતના કાર્યક્રમો યોજાયા હતા.પારેખ ફળી થી ગણેશ વિસર્જનની શોભાયાત્રા વાજતે-ગાજતે મેઈન બજારમાં નિકળી હતી.